જામનગર શહેરના એસ.ટી. ડેપોમાં બાંકડા નીચે બોમ્બ હોવાની જાણ કરાતા એસઓજી અને શહેર ડીવાયએસપી તથા બોમ્બ સ્કવોર્ડ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને તાત્કાલિક બસ સ્ટેશનમાંથી બોમ્બ શોધી કાઢયો હતો.
‘એસ.ટી. ડેપોમાં બાંકડા નીચે બોમ્બ છે’ તેવો ફોન એસટી ડેપોમાંથી આવ્યાની ઘટનાએ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી એસઓજી પીઆઈ આર.વી. વીંછી અને શહેર ડીવાયએસપી, સિટી એ ડિવિઝન અને બોમ્બ સ્કવોર્ડ સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને એસટી ડેપોમાં બોમ્બની જાણના આધારે લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી જઇ શોધખોળના અંતે બાંકડા નીચે રાખેલો બોમ્બ શોધીને ડીફયુઝ કરવાની કામગીરી સફળતાપૂર્વક પૂરી કરી હતી. સમગ્ર કામગીરીના અંતે મોકડ્રીલ જાહેર કરાતા પોલીસ સ્ટાફે રાહત અનુભવી હતી.