Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં મહિલાનો એસિડ પી આપઘાત

જામનગર શહેરમાં મહિલાનો એસિડ પી આપઘાત

બે સપ્તાહ પૂર્વે કોઇ કારણસર એસિડ ગટગટાવ્યું : જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત : બજરંગપુરમાં ઝેરી જનાવર કરડી જતાં મહિલાનું મૃત્યુ

- Advertisement -

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી મધુવન સોસાયટી શેરી નં.1 માં રહેતી મહિલાએ કોઇ કારણસર તેણીના ઘરે એસિડ પી જઈ આપઘાતનો પ્રયાસ કરતા અહીંની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

જામનગર તાલુકાના બજરંગપુર ગામમાં રહેતાં અને ખેતમજૂરી કરતા મહિલા તેના ઘરે ગાયને નિરણ નાખવા ગયા તે સમયે ઝેરી જનાવર કરડી જતાં જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી મધુવન સોસાયટી શેરી નં.1 માં રહેતા ચંદ્રિકાબેન મુકેશભાઈ મંધા (ઉ.વ.29) નામની મહિલાએ બે સપ્તાહ પૂર્વે બપોરના સમયે તેણીના ઘરે કોઇ કારણસર એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેણીનું સારવાર દરમિયાન સોમવારે રાત્રિના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પતિ મુકેશભાઇ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એસ.વી. સામાણી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર તાલુકાના બજરંગપુર ગામમાં હનુમાનજીના મંદિર પાસે રહેતાં રેખાબેન ભૂપતભાઈ વઢરુકિયા (ઉ.વ.30) નામના મહિલા સોમવારે સવારના સમયે તેના ઘરે ગાયને નિરણ નાખવા ગયા ત્યારે કોઇ ઝેરી જનાવર કરડી જતાં સારવાર માટે અહીંની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ ભુપતભાઈ દ્વારા કરવામાં આવતા હેકો સી.જે. જાડેજાએ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular