Tuesday, December 24, 2024
Homeરાજ્યસલાયામાં આઇપીએલ મેચનો સટ્ટો રમતા છ શખ્સ ઝડપાયા

સલાયામાં આઇપીએલ મેચનો સટ્ટો રમતા છ શખ્સ ઝડપાયા

- Advertisement -

સલાયાના પોલીસને મળેલી ચોકકસ બાતમીના આધારે શાકમાર્કેટ ચોક પાસે ચીઠીઓ ઉપર આઈપીએલનો સટ્ટો રમતા છ શખ્સોને રૂા.55 હજારના મોબાઇલ અને રોકડ સહિત રૂા.59,610 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

આ દરોડા અંગેની વિગત મુજબ, સલાયાના સ્મશાન સમિતિના પ્રમુખ ધીરજ જગજીવન મોદી કે જે પોતાને 108 તરીકે ઓળખાવી સમાજ સેવક હોવાનો ઢોંગ કરી જનતાને મુર્ખ બનાવતો શખ્સ તથા તેમના અન્ય પાંચ સાથીદારો સાથે તાજેતરના આઈપીએલ મેચમાં ભેગા મળી પોતાના મોબાઇલમાં આઈપીએલ લાઈવ મેચ નિહાળી બન્ને ઈનિંગના એકથી ચાર ખેલાડીના નંબરની ચીઠીઓ નાખી જેના ભાગે આવેલ ખેલાડી વધારે રન કરે તેને રન દિઠ રૂા.5 આપવાનું નકકી કરી જે તમામ જીતેલ હોય તેને આપવાના હોય તેમ જાહેર કરી જાહેરમાં ક્રિકેટનો સટ્ટાના જૂગાર રમી પૈસાની હારજીત કરતા ખેલાડીના નંબર લખેલ કાગળની ચીઠી નંગ 12 તથા બોલપેન તથા મોબાઇલ નં.6 કિંમત 55,000 તથા રોકડ રૂા.4,610 મળી કુલ કિંમત રૂા.59,610 ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા સલાયાના નાના એવા ગામમાં ચકચાર મચી ગઈ હતી. આ અગાઉ પણ આ ધિરજ મોદી ક્રિકેટ તથા સટ્ટાના જૂગારમાં ઝડપાયેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular