Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરમાનસિક બિમારીથી કંટાળી યુવકનો આપઘાત

માનસિક બિમારીથી કંટાળી યુવકનો આપઘાત

સસોઇ ડેમમાં ઝંપલાવી જીંદગી ટૂંકાવી: પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ

- Advertisement -

જામનગરના નાઘેડી ગામમાં રહેતા યુવકે માનસિક બિમારીથી કંટાળી સસોઇ ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગરના નાઘેડી ગામમાં રહેતા નિલેશભાઇ ભાયાભાઇ ચાવડા (ઉ.વ.26) નામના યુવકને છેલ્લા ચારેક વર્ષથી માનસિક બિમારી હોય તેનાથી કંટાળી ગઇકાલે તા.28ના પોતાના ઘરના સભ્યને મારે જીવવું નથી, હું આ માનસિક બિમારીથી કંટાળી ગયો છું તેમ કહી પોતાના ઘરેથી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ પોતાના શરીરે પથ્થર બાંધી સસોઇ ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. આ અંગે ભાયાભાઇ ચાવડા દ્વારા જાણ કરાતા લાલપુરના હે.કો. ટી.બી. જાડેજા સહિતના સ્ટાફ દ્વારા ઘટનાસ્થળે દોડી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પી.એમ. માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular