Monday, December 23, 2024
Homeરાજ્યબેટ દ્વારકા મંદિરના ટ્રસ્ટી દ્વારા ઓશોભનીય વાણી વિલાસ સામે ગુગળી 505 બ્રાહ્મણ...

બેટ દ્વારકા મંદિરના ટ્રસ્ટી દ્વારા ઓશોભનીય વાણી વિલાસ સામે ગુગળી 505 બ્રાહ્મણ સમાજમાં રોષ

- Advertisement -

બેટ દ્વારકા મંદિરના એક ટ્રસ્ટી દ્વારા પુજારી બ્રાહમણો વિશે ઓશોભનીય વાણી વિલાસ કર્યો હોવાના મુદ્દે દ્વારકા અને બેટ દ્વારકા ગુગળી 505 બ્રાહ્મણ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. અને આ મુદદે પ્રાંત કચેરીએ આવેદન પણ પાઠવાયુ છે. યાત્રાધામ બેટ દ્વારકામાં બેટ દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટી સાથે અમુક મહેમાનો દર્શનાર્થે આવ્યા હતા જે સમયે ટ્રસ્ટી સમીરભાઇ પટેલે પુજારી બ્રાહ્મણો વિશે અશોભનીય વાણી વિલાસ કરતા અયોગ્ય શબ્દ પ્રયોગ કર્યાના મુદદે બ્રહ્મસમાજના આગેવાનો-લોકો એકત્ર થયા હતા. અશોભનીય વાણી વિલાસ સામે બ્રહ્મસમાજમાં ભારે આક્રોશ છવાયો હતો.

- Advertisement -

આ અંગે બેટ દ્રારકાનાં વેપારી અગ્રણીએ સરકાર અને જવાબદાર તંત્રને સ્થિતિનો ચિતાર આપતો પત્ર લખીને ઘટતું કરવા રજુઆત કરી છે. બેટ -દ્રારકામાં શ્રી દ્રારકાધીશ મંદિરનાં ટ્રસ્ટીઓની જોહૂકમીથી સ્થાનિક હિન્દુ પ્રજામાં પણ રોષ છે. યાત્રિકોની સવલતોનાં નામે પણ અહી પુરતી સુવિધા ના હોય લોકોમાં નારાજગી જોવા મળી રહી છે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular