સરકારી ભરતીઓમા થત્તા કૌભાંડો ને ઉજાગર કરનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા જેઓ હમેશા ગુજરાત ના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સરકારી પરીક્ષાઓના કૌભાંડો ખુલ્લા પાડતા રહયા છે અને છેલ્લા વર્ષોમા પેપરલીક ના કારણે અનેક સરકારી પરીક્ષાઓ રદ કરાવી છે.
જેમને ગાંધીનગર પોલીસ પ્રશાસન દ્વારા ખોટી રીતે કલમ 307 & 332 જેવી ગંભીર કલમો લગાવી એમના પર ગુનો દાખલ કરેલ હોઈ, LRD ભરતી પુર્વ યુવરાજસિંહ ના અવાજ ને અને ભરતી માં થતા કૌભાંડ બહાર ના આવે તે માટે એક પૂર્વ યોજિત કાવતરા હેઠળ તેમની અટકાયત કરી તેમને જેલ હવાલે કરી લાખો વિદ્યાર્થીઓ ના અવાજ ને દબાવવા નો પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે તેના વિદ્રોધ માં આજ જામનગર જિલ્લા રાજપૂત સમાજ અને રાજપુત સમાજ ની વિવિધ સંસ્થાઓ દ્વારા આજ જામનગર જિલ્લા કલેકટર મારફત મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ને આવેદનપત્ર આપી યુવરાજસિંહ પર લાગેલ 307 અને 332 કલમો હેઠળ દાખલ થયેલ કેસ પરત ખેચવા ઉગ્ર રજુવાત કરવામાં આવી અને સરકાર જો તાત્કાલિક યુવરાજસિંહ વિરુદ્ધ દાખલ થયેલ કેસ પરત નહીં ખેંચે તો સમગ્ર ગુજરાત નો રાજપૂત સમાજ આવનાર દિવસો માં સર્વે સમાજ ના વિદ્યાર્થીઓ અને બેરોજગારો ને સાથે રાખી ઉગ્ર થી ઉગ્ર આંદોલન કરશે
આ કાર્યક્રમ માં જામનગર રાજપૂત સેવા સમાજ કા.પ્રમુખ નવલસિંહ જાડેજા, રાજપૂત સમાજ ના મંત્રી પ્રવિણસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, સી, આર જાડેજા, પ્રવિણસિંહ જાડેજા, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ના કા.પ્રદેશ અધ્યક્ષ કર્ણદેવસિંહ જાડેજા, રાજપૂત યુવા સંગઠન જામનગર ના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા રાજપૂત કરણી સેના ના દોલુભા જાડેજા, રાજભા, મુળરાજસિંજ, સુરપાલસિંહ
જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ ના પ્રમુખ ભરતસિંહ જાડેજા, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા ના પ્રદેશ અધ્યક્ષ ગોવુભા જાડેજા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ના ઘનશ્યામસિંહ ગજકેસરી ફૉઉન્ડેશન ના કાંતુભા જાડેજા, મહાકાલ સેના જામનગર ના પ્રમુખ જયદીપસિંહ,
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ના શહેર પ્રમુખ યોગરાજસિંહ ઝાલા, જિલ્લા પ્રમુખ સહદેવસિંહ ચુડાસમા, શહેર કૉંગ્રેસ પ્રમુખ દીગુભા જાડેજા, શક્તિસિંહ જેઠવા, મહિપાલસિંહ જાડેજા, મહાવીરસીંહ રાણા, ભરતસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ જાડેજા, ધર્મરાજસિંહ જાડેજા, પ્રદીપસિંહ વાળા, તથા રાજપૂત સમાજ ને આગેવાનો અને દરેક સમાજ ના આગેવાન, કાર્યકરો અને ખુબજ બોહળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.