ભારતીય જનતા પાર્ટીએ વિશ્વની સહુથી મોટી રાજકીય પાર્ટી બની છે, જે કાર્યકર્તાઓ ને આભારી છે. કાર્યકર્તાઓ જ પક્ષ ની સાચી તાકાત હોય છે. અને ભારતીય જનતા પાર્ટીએ પેઇજ સમિતિ દ્વારા ઘરે ઘરે કાર્યકર્તા સ્થાપિત કરેલ છે. અને આ જ બાબત પક્ષની તાકાત બની છે. વિશેષથી ભારતીય જનતા પાર્ટી સાથે સક્રિય રીતે સંકળાયેલ રહી પક્ષની કામગીરીને જનજન સુધી પહોંચાડવાનું તથા પક્ષને વધુ ને વધુ મજબૂત બનાવવાનું કામ સક્રિય સભ્યો કરી રહ્યા છે. આ તબ્બકે ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્યના તમામ સક્રિય સભ્યો સાથે વર્ચુઅલ સંવાદ કરી વિશ્વમાં સહુથી મોટી બેઠક, સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા આયોજિત સક્રિય સભ્ય સંમેલનમાં જામનગર મહાનગરના પ્રભારી મંત્રી બ્રિજેશભાઈ મેરજાની વિશેષ ઉપસ્થતિ રહેલ. તેઓએ પોતાના ઉદબોધનમાં કાર્યકતાઓની તાકાત અને સમર્પણની બાબત વર્ણવેલ હતી.
આ તબક્કે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ એ વર્ચુઅલ ઉદબોધનમાં જણાવેલ કે, એટલું મોટું સંમેલન કદાચ વિશ્વમાં પ્રથમ વખત યોજાયુ છે. જેમાં 129090 સક્રિય સભ્યો એક સાથે જોડાયા છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ એ સૌ સક્રિય સભ્યોને અભિનંદન પાઠવ્યા હતાં. તેઓ એ ઉદબોધનમાં જણાવેલ કે પ્રત્યેક સક્રિય સભ્યએ ઓછામાં ઓછા 25 સભ્યોને જોડેલ છે, અર્થાત 32,27,250 જેટલા સભ્યો સક્રિય સભ્યો થકી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે અને કાર્યકર્તાઓ જે પક્ષની સાચી તાકાત છે. તેઓએ વિશેષથી જણાવેલ કે, નિ:સ્વાર્થ ભાવે પક્ષ સાથે જોડાયેલ કાર્યકર્તાઓ કોઈ જનહિતનું કાયદેસરનું કામ લઇ ગાંધીનગર આવે તો પ્રત્યેક ધારાસભ્ય, મંત્રીઓ તેને પ્રાથમિકતા આપી રહ્યા છે અને કાર્યકર્તાને સંતોષ થાય એ સ્તરે તેઓનું કામ પરિપૂર્ણ કરવા ભુપેન્દ્રભાઈ પટેલની ગુજરાત સરકાર તથા મંત્રીમંડળના તમામ મંત્રીઓ, ધારાસભ્યો કટિબદ્ધતા દાખવી રહ્યા છે. સક્રિય કાર્યકર્તાઓ, પેઈજ સમિતિ સભ્યો પક્ષની તાકાત છે કે ભારતીય જનતા પાર્ટી આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 100% પરિણામો લાવશે. ચૂંટણી ક્યારે કરવી એ ચૂંટણી પંચ નક્કી કરશે. સંમેલનની પૂર્ણાહૂતિએ ભારતીય જનતા પાર્ટી સક્રિય સભ્યોને કાર્ડ એનાયત કરવામાં આવ્યા હતાં.
જામનગર ટાઉનહોલ ખાતે યોજાયેલ સંમેલનમાં શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, પ્રભારી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, સંગઠન પ્રભારી અભયભાઈ ચૌહાણ, મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, મેયર બીનાબેન કોઠારી, સ્ટે. કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, ડે મેયર તપન પરમાર, દંડક કેતન ગોસરાણી સહીત શહેર સંગઠનના હોદેદારો, કોર્પોરેટરો, યુવા મોરચા, મહિલા મોરચા, કિશાન મોરચા, એનુ. મોરચા સહીત વિવિધ મોરચાના પદાધિકારીઓ, પૂર્વ પ્રમુખો, ભાજપ અગ્રણીઓ વોર્ડ પ્રમુખો-વોર્ડ સમિતિના પદાધિકારીઓ કાર્યકર્તાઓ સહીત સક્રિય સભ્યો ઉપસ્થિતિ રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન મહામંત્રી પ્રકાશભાઈ બાંમભણીયા તથા મેરામનભાઈ ભાટુએ કર્યું હતું. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.