Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઆરટીઈ અંતર્ગત વિના મુલ્યે પ્રવેશ માટે 30 માર્ચથી 11 એપ્રિલ સુધી ફોર્મ...

આરટીઈ અંતર્ગત વિના મુલ્યે પ્રવેશ માટે 30 માર્ચથી 11 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે

- Advertisement -

બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-2009 તથા 2012 અન્વયે નબળા અને વંચિત જુથના બાળકોને 25% મુજબ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધો.1(પહેલા)માં વિનામુલ્યે પ્રવેશ આપવા અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

- Advertisement -

આર.ટી.ઇ. એક્ટ હેઠળ પ્રવેશ માટે બાળકના વાલીઓ વિિંાં://િયિં.જ્ઞિાલીષફફિિ.ંભજ્ઞળ વેબસાઇટ પર તા. 30-03-2022 થી તા.11-04-2022 દરમ્યાન પ્રવેશ ફોર્મ ભરી શકશે. વાલીએ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે જરૂરી આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો તેમજ આવક્નો દાખલો (લાગુ પડતો હોય ત્યાં) વગેરે ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઇન ભરેલ ફોર્મ કયાંય જમા કરાવવાનું રહેશે નહી. આર.ટી.ઇ. હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક રૂા.1,20,000 અને શહેર વિસ્તારમાં રૂા.1,50,000ની આવક મર્યાદા લાગુ પડશે. પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા, આવકની અગ્રતા, વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાને લઇ પ્રવેશ આપવામાં આવશે.

વિશેષ માહિતી માટે જિલ્લા કક્ષાના હેલ્પલાઇન નં.0288-2550286 અને 0288-2550221(પીબીએકસ-324) તેમજ તાલુકા કક્ષાના હેલ્પલાઇન નંબર (1) જામનગર 0288-2557525, (2) ધ્રોલ 9427984617 (3) જોડીયા 992590013 (4) કાલાવડ 9879245989 (5) લાલપુર 9426049729 (6) જામજોધપુર 02898-220002 ઉપર સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જામનગરની યાદીમાં જ્ણાવવામાં આવ્યુ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular