Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા

ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા

- Advertisement -

રંગપર મોરબી મુકામે એક્યુટ સિરામીક દ્વારા વોલ ટાઇલ્સ પ્રોડકટસનું ઉત્પાદન તથા વેચાણ કરવાનો ધંધો કરે છે. તેમની પાસેથી ડોંબીવલી ઇસ્ટ મુંબઇ ખાતે ધંધો કરતા મોમાઇ સેરાના ઓથોરાઇઝડ પરસન વિજય રવિશંકર ગોર દ્વારા વોલ ટાઇલ્સની ખરીદી કરી હતી. એક્યુટ સિરામીક દ્વારા ઓર્ડર મુજબનો માલ મોકલવાનો હતો. જેની રકમ રૂા. 1,52,529 થતી હતી તે રકમની ચૂકવણી માટે વિજય ગોર દ્વારા એચડીએફસી બેંકનો ચેક આપ્યો હતો જે ચેક એક્યુટ સિરામિક દ્વારા પોતાના બેંક ખાતામાં ભરતા નાણાના અભાવે એક પરત ફરતાં એક્યુટ સિરામીક દદ્વરારા પોતાના વકીલ મારફત નોટીસ આપવા છતાં ચેક મુજબની રકમ વસુલ નહીં આપતા એક્યુટ સિરામીક પ્રા.લિ.ના ડાયરેકટર જયંતિલાલ મેઘજીભાઇ વાસજાળીયા દ્વારા મોરબીની અદાલતમાં મોમાઇ સેરાના ઓથોરાઇઝડ વિજય રવિશંકર ગોર સામે ધી નેગોસિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 મુજબ કેસ દાખલ કર્યો હતો. જે કેસ મોરબી ચીફ જ્યુ. મેજી. અર્ચિત નિલમભાઇ વોરા દ્વારા કેસ સાબિત માની આરોપી વિજય રવિશંકર ગોર ઓથોરાઇઝડ મોમાઇ સેરાને એક વર્ષેની સાદી કેસની સજાનો હુકમ કર્યો છે અને એકની રકમ રૂા. 1,52,529ની ડબલ રકમ રૂા. 3,05,058નો દંડ ફરમાવવાનો હુકમ કર્યો છે તથા તે દંડમાંથી ફરિયાદીને ફરિયાદ વારા ચેકની રકમ ફરિયાદ તારીખથી ચૂકવણી તારીખ સુધીના વાર્ષિક 9 ટકા વ્યાજસહિત ચૂકવી આપવા તથા દંડ ભરવામાં કશુર થયેથી વધુ 90 દિવસની સાદી કેની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ આર.એ. પટેલ રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular