જામનગર સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને જામનગર એલસીબીએ રાજસ્થાનના રાનોલી પોલીસ સ્ટેશન પાસે આવેલ દીપ હોટેલ પાસેથી ઝડપી લઇ સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપી આપ્યો છે.
આ અંગેની વિગત મુજબ જામનગર સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઇંગ્લીશ દારૂના કેસમાં દિપેન્દ્ર બનવારીલાલ યોગી નામના રાજસ્થાનના સિકકર જિલ્લાના દાતારામગઢ તાલુકાના અખેપુરાના આરોપી સામે ફરિયાદ નોંધાય હતી. છેલ્લા 7 વર્ષથી આરોપી પોલીસને થાપ આપી નાસતો ફરતો હોય જામનગર એલસીબીના વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી તથા કિશોરભાઇ પરમારને મળેલી બાતમીના આધારે રાજસ્થાનના રાનોલી પોલીસ સ્ટેશન પાસે આવેલ દીપ હોટેલ પાસેથી સાત વર્ષથી ફરાર આ શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો અને આરોપીને જામનગર લાવી આગળની કાર્યવાહી માટે સીટી-બી ડિવિઝન પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.
આ કામગીરી જામનગર એલસીબીના પીઆઈ એસ.એસ.નિનામાની પીએસઆઈ આર.બી.ગોજિયા, બી.એમ. દેવમુરારી, કે.કે. ગોહિલ તથા સ્ટાફના માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્ર્વિનભાઈ ગંધા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, ખીમભાઈ ભોચિયા, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા, ફીરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટિયા, સુરેશભાઈ માલકિયા, દયારામ ત્રિવેદી તથા ધમેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.