Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદ તથા ડબલ રકમનો દંડ

ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદ તથા ડબલ રકમનો દંડ

ટાયરની ઉધાર ખરીદી કર્યા બાદ ચેક રિટર્ન થતા અદાલત દ્વારા સજા

- Advertisement -

જામનગરમાં ટ્રાન્સપોર્ટના વાહનોમાં ઉધાથી ટાયરની ખરીદી કરવામાં આવ્યા બાદ આપેલ બિલની રકમનો ચેક રિટર્ન થતા આસામીના ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદ થતા ચેકથી બમણી રકમનો દંડ કોર્ટ દ્વારા ફટકારાયો છે જો આરોપી દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો છે.

- Advertisement -

જામનગરમાં નવીન ટ્રેડ એજન્સી પાસેથી ભરતભાઈ આર. ગઢવી દ્વારા તેમના ટ્રાન્સપોર્ટના વાહનોમાં ઉધારથી ટાયરની ખરીદી કરવામાં આવી હતી અને તે મુજબ તેમની પાસેથી નવિન ટ્રેડ એજન્સીને રૂા.6,07,280 બીલ તથા લેઝર મુજબ લેવાના થતા હતાં. જે બાકી લેણાની માંગણી કરવામાં આવતા ટ્રાન્સપોર્ટર દ્વારા રકમની ચૂકવણી માટે નવિન ટ્રેડ એજન્સીના નામ જોગનો ચેક આપવામાં આવ્યો હતો. ચેક આપતી વખતે વચન, વિશ્ર્વાસ અને ભરોસો આપવામાં આવેલ કે ચેક બેંકમાં કલીયરીંગમાં નાખશો તો અવશ્ય પાસ થઈ જશે. જેથી નવિન ટ્રેડ એજન્સી દ્વારા ચેક બેંકમાં કલીયરિંગમાં નાખતા મજકુર ચેક અપૂરતા ભંડોળને કારણે પરત ફર્યો હતો. જે બાદ નવિન ટ્રેડ એજન્સી દ્વારા તેમના વકીલ મારફત નોટીસ મોકલાવેલ હતી. જે નોટીસ બજી જવા છતાં ભરતભાઈ ગઢવી દ્વારા ચેક મુજબની રકમ ચૂકવવામાં આવેલ નહીં. જેથી નવિન ટ્રેડ એજન્સીના પ્રોપરાઇટર લલીતભાઈ કાનાણી દ્વારા જામનગરની અદાલતમાં ભરતભાઈ ગઢવી સામે નેગોશિએબલ ઈન્સ્ટુ્રમેન્ટ એકટની કલમ 138 અન્વયે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ફરિયાદ ચાલી જતાં ફરિયાદી દ્વારા પોતાની જુબાની ઉપરાંત બેંકના કર્મચારીઓની જુબાની પણ આપવામાં આવી હતી અને તે રીતે ફરિયાદીના વકીલ દ્વારા ફરિયાદ પક્ષે કેસ સાબિત કર્યો હતો. સુપ્રિમ કોર્ટ તથા હાઈકોર્ટના ચૂકાદાઓ રજૂ કર્યા હતાં. જે દલીલો તથા ચૂકાદાઓ માન્ય રાખી જયુડીશીયલ મેજીસ્ટે્રટ દ્વારા આરોપી ભરતભાઈ ગઢવીને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ રૂા.6,07,280 ની રકમથી બમણી રકમ રૂા.12,14,560 નો દંડ કર્યો હતો અને દંડની રકમ રૂા.12,14,560 ફરિયાદીને ચૂકવી આપવાનો તથા જો આરોપી દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો હતો. ફરિયાદી તરફે વકિલ વસંત ડી. ગોરી તથા દિપક નાનાણી રોકાયેલા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular