જામજોધપુર તાલુકા પંચાયત વર્ગ-4ના કર્મચારી અજયભાઇ વ્યાસને માનસિક ત્રાસ તેમજ આ કર્મચારીએ પોતે બજાવેલ ફરજનો પગાર ખોટી રીતે રોકી આ કર્મચારીને આર્થિક સંકડામણ જેવી ગંભીર પરિસ્થિતિ ઉભી કરવા અંગે જવાબદાર તાલુકા વિકાસ અધિકારી અને તેમના મળતિયા વિરૂધ્ધ પગલાં લેવા આજ દિવસ સુધી વર્ગ-4ના કર્મચારી દ્વારા જિલ્લા કક્ષાએ પગલાં લેવા તો ઠીક પણ કર્મચારી દ્વારા થયેલ અરજીની તપાસ પણ કરાતી નથી. જો જાન્યુઆરી-2021થી માર્ચ-2021 સુધી કપાત પગારનો રજા રેકર્ડ તપાસવામાં આવે તો આ અધિકારી ખુલ્લા પડી જાય. તેમજ કર્મચારી દ્વારા અનેક અરજીઓ કરાતા જો તેમની તપાસ થાય તો રેલો પોતાના સુધી આવે જેમને લઇ વહીવટી સરળતાના રૂપાળા બહાના હેઠળ જિલ્લા પંચાયતના કર્મચારીની મિલિભગતથી આ કર્મચારીની બદલી રાતો-રાત કરી નાખેલ હતાં. ત્યારે પ્રશ્ર્ન એ છે કે, આવા નિર્દોષ કર્મચારીની બદલી નહીં તેવો સવાલ પેદા થયો છે. તેમજ આ કમૃચારીને હેરાન-પરેશાન કરવા ગેરબંધારણીય રીતે કર્મચારી અને તેમના પરિવારજનોની અધિકારી દ્વારા બેંક પાસબુક માગેલ હતી.
આ કર્મચારીની જાન્યુઆરથી માર્ચ સુધીની કપાત પગારની રજા અંગે સચોટ તપાસ થાય તો અનેક અધિકારીના તપેલા ચડી જાય તેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામેલ છે. વર્ગ-4ના કર્મચારીને હેરાન-પરેશાન કરવા અધિકારીઓ દ્વારા અનેક ત્રાગા રચવામાં આવે છે. જો સરકારના જ કર્મચારીની પોતાની વ્યથાની રજૂઆતો નિર્ભર તંત્ર સાંભળતું ન હોય, તો સામાન્ય પ્રજાની પીડા આ તંત્રને સમજાવવા કેવડી જહેમત ઉઠાવવી પડતી હશે. તે પણ એક પ્રશ્ર્ન છે. જો આ અંગે જવાબદાર કર્મચારી વિરૂધ્ધ તપાસ કરી પગલાં નહીં લેવાય તો આ કર્મચારી દ્વારા નાછૂટકે કચેરી સામે ગાંધી ચિંધ્યા માર્ગે જવું પડશે. તેમ જરુર પડયે પોતાને થયેલ અન્યાય સામે ન્યાય મેળવવા નામદાર અદાલતનો નાછૂટકે આશરો લેવો પડશે ત્યારે સમગ્ર પ્રકરણમાં જિલ્લા મહેકમ શાખાના કર્મચારીની ઢાંક-પીછોડામાં ભુંડી ભૂમિકા હોવાનું ચર્ચાય રહ્યું છે.