Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરની રંગમતી નદીમાંથી ગેરકાયદેસર રેતી ચોરી...!!

જામનગરની રંગમતી નદીમાંથી ગેરકાયદેસર રેતી ચોરી…!!

- Advertisement -

જામનગર શહેરમાં વ્હોરાના હજીરા નજીક રંગમતી નદીમાંથી અજાણ્યા શખ્સો અને મજૂરો દ્વારા રેતી ખોદી અને ટ્રેક્ટર ભરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ખરેખર આ ઘટના માટે કોઈ ટેન્ડર પ્રક્રિયા કે કોઈ મંજૂરી આપવામાં આવી છે કે નહીં તે તપાસનો વિષય છે.? છેલ્લા બે દિવસથી માંટી તેમજ રેતી કાઢવાની કામગરી કેમેરામાં કેદ થવાથી મજૂરોને પૂછવામાં આવતા જાણવા મળેલ કે છેલ્લા બે દિવસમાં 10 જેટલા માટી તેમજ રેતીના ટ્રેક્ટર કાઢવામાં આવ્યા છે

- Advertisement -

મહાપ્રભુજીની બેઠક નજીક રહેતા એક મકાનમાં આ માટી તેમજ રેતીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એવું મજુર દ્વારા કેમેરા સામે સ્વીકાર્યુ હતું. આ ચોરી પ્રકરણમાં વહીવટી તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ ? તે મહત્વની બાબત છે. અથવા તો કોઇ અધિકારીની રહેમ હેઠળ આ ચોરી થઈ રહી છે કે કેમ ?તે તપાસનો વિષય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular