Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી ટિપ્સ સંદર્ભે શખ્સની ધરપકડ

જામનગર શહેરમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી ટિપ્સ સંદર્ભે શખ્સની ધરપકડ

- Advertisement -

જામનગર શહેરમાં સાઇબર ક્રાઈમ સેલ દ્વારા ચાઈલ્ડ પોર્નોગ્રાફી ટિપ્સ મામલે ગોકુલનગરમાં રહેતો શખ્સ ચાઈલ્ડ પોર્નોગ્રાફી ટિપ્સને લગતા એડલ્ટ વિડીયો સાથે મળી આવતા ધરપકડ કરી લઈ તેનો મોબાઈલ ફોન કબ્જે તેની સામે આઈ.ટી.એકટ મુજબ ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો પ્રથમ ગુનો નોંધયો છે. રાજ્યના પોલીસ તંત્ર દ્વારા 1 જાન્યુઆરીથી 5 જાન્યુઆરીના સમયગાળા દરમિયાન બાળકોને લગત એડલ્ટ ગુનાઓ અટકાવવા માટે તેમજ ચાઇલ્ડ પોર્નોગ્રાફીની તપાસની કાર્યવાહીના ભાગરૂપે ચાઈલ્ડ પોર્નોગ્રાફી ટિપ્સ અંગે સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત જામનગર શહેરમાં 1 જાન્યુઆરીથી પાંચ જાન્યુઆરી સુધી પાંચ દિવસના સમયગાળા દરમિયાન ચાઈલ્ડ પોર્નોગ્રાફી ટિપ્સ અંગેની સ્પેશિયલ ડ્રાઇવ રાખવામાં આવી છે.

જેના ભાગરૂપે જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એલ. ગાધે તેમજ સ્ટાફ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારો ચેકીંગ હાથ ધરી ગોકુલનગર વિસ્તારમાંથી ચાઈલ્ડ પોર્નોગ્રાફીના શકમંદ ધર્મેશ અશોક પરમાર નામના શખ્સને ઝડપી લઇ મોબાઇલ ફોનની ચકાસણી કરતાં ઇન્સ્ટાગ્રામમાંથી ચાઇલ્ડને લગતી પોનોગ્રાફીની ક્લિપ મળી આવી હતી. ઉપરાંત તેણે આ વીડિયો ક્લિપ અન્ય લોકોને મોકલી હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આઇ.ટી. એકટ કલમ 67-બી મુજબ ગુનો નોંધી તેનો મોબાઈલ ફોન એફ.એસ.એલ.માં મોકલી દેવામાં આવ્યો છે. ઉપરાંત શહેરમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી ટિપ્સ મામલે અન્ય કોઈ વ્યક્તિના મોબાઇલ ફોનમાં આવી વીડિયો ક્લિપ એક બીજાને શેર કરતા હોય તેની ચકાસણી કરવામાં આવી રહી છે.

- Advertisement -

જામનગર શહેરમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની પોલીસ ટિમ દ્વારા ચાઈલ્ડ પોર્નોગ્રાફી ટિપ્સ મામલે 1 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી દરમિયાન સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત સગીર વયના બાળકોના એડલ્ટ ફોટા કે વીડિયો પોતાના મોબાઈલમાં રાખ્યા હોય તો તેવા મોબાઇલ ધારકોને શોધી કાઢી તેની સામે ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

જેથી સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એલ.ગાધે દ્વારા જામનગર શહેર જિલ્લાની જનતાને અપીલ કરવામાં આવી છે અને પોતાના મોબાઈલ ફોનમાં સગીર વયના બાળકોના એડલ્ટ ફોટા કે વિડીયો રાખવા એ ગુનો બને છે. ઉપરાંત સોશિયલ મીડિયાના ફેસબુક, મેસેન્જર, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, કે અન્ય કોઈ પણ એપ્લિકેશનના માધ્યમથી એક બીજા વ્યક્તિને આ વિડિયો શેર કરવો તે ગુનાને પાત્ર છે તેમજ પોતાના મોબાઈલ ફોનમાં સ્ટોર કરીને રાખવું એ પણ એક ગુનો છે. આવી કોઈપણ વ્યક્તિ ધ્યાનમાં આવશે તો તેઓ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular