જામનગર શહેરના સીટી એ ડીવીઝન વિસ્તારમાં હત્યાના પ્રયાસના ગુનામાં ઝડપાયેલો આરોપી પોલીસને થાપ આપી નાશી જતાં પોલીસે નાકા બંધી કરી આરોપીની શોધખોળ માટે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઈપીસી કલમ 307, હત્યાના પ્રયાસના ગુનાના તોસીમ આમદ ખફી નામના આરોપીને પોલીસે ઝડપી લીધો હતો અને આ આરોપીને અદાલતમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન જ તૌસિમ ખફી નામનો શખ્સ પોલીસને ચકમો આપીને નાશી જવામાં સફળ થયો હતો. હત્યા પ્રયાસનો આરોપી નાશી જતાં પોલીસે શહેરમાં નાકા બંધી કરી આ આરોપીને દબોચી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.