Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારમાં પીજીવીસીએલએ ગેરરીતી સબબ 95 લાખના બીલ ફટકાર્યા

હાલારમાં પીજીવીસીએલએ ગેરરીતી સબબ 95 લાખના બીલ ફટકાર્યા

સતત ચોથા દિવસ વીજ ચેકિંગ : 37 ટીમો દ્વારા ખંભાળિયા-ભાણવડ-સલાયામાંથી 99 જોડાણોમાં ગેરરીતી રૂા.21.12 લાખના બીલો ફટકાર્યા

- Advertisement -



જામનગર અને દેવભુમી દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલની ટીમો દ્વારા ચાર દિવસ દરમ્યાન કુલ 2416 વિજ જોડાણો તપાસતા તે પૈકીના 425 વિજ જોડાણોમાં ગેરરીતી મળી આવતાં કુલ રૂા.95.12 લાખના બીલો ફટકારવામાં આવ્યા હતાં.

હાલારમાં દિવાળીના તહેવાર પૂર્વે પીજીવીસીએલની ટીમો દ્વારા વીજ ચોરી ઝડપી લેવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં આજે સતત ચોથા દિવસે પીજીવીસીએલની 38 ટીમો દ્વારા દેવભુમી દ્વારકા જિલ્લાના ખંભાળિયા, ભાણવડ તાલુકો અને સલાયા ગામમાં 22 લોકલ પોલીસ, 18 એસઆરપી અને ત્રણ વિડીયો ગ્રાફરોના બંદોબસ્ત વચ્ચે વિજ ચેકિંગ દરમ્યાન કુલ 637 વીજ જોડાણો તપાસતા તે પૈકીના 99 જોડાણોમાં ગેરરીતી મળી આવતાં રૂા.21.12 લાખના બીલો ફકટાર્યા હતાં.

આ પૂર્વે જામનગર ગ્રામ્ય અને સિકકા તથા જીઆઇડીસી સબડિવિઝનના વિસ્તારોમાં પીજીવીસીએલની 38 ટીમો દ્વારા 19 લોકલ પોલીસ 17 એસઆરપી સાથેના બંદોબસ્ત વચ્ચે ત્રીજા દિવસે ચેકિંગ કામગીરી દરમ્યાન કુલ 603 વિજ જોડાણો તપાસતા તે પૈકીના 98 જોડાણોમાં ગેરરીતિ ઝડપાતા રૂા.21.80 લાખના બીલો ફટકારવામાં આવ્યા હતાં અને આ ચેકિંગ કામગીરી દરમ્યાન દિગ્વિજય પ્લોટ 52 વિસ્તારમાં આવેલાં જીવણલાલ શામજીભાઇ ભાનુશાળીના મકાનમાં ચેકિંગ સમયે પોરબંદર પીજીવીસીએલના કર્મચારી વિજય દેવાયતભાઇ મોરી અને તેમના સ્ટાફ સાથે સુમિત નંદા સહિત ચાર શખ્સોએ ફરજમાં રૂકાવટ કરી અપશબ્દ બોલી ઠિકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવમાં વિજયભાઇના નિવેદનના આધારે પીએસઆઇ આર.કે.ગુસાઇ તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ બુધવારે પીજીવીસીએલની ટીમો દ્વારા 603 જોડાણોમાં ચેકિંગ દરમ્યાન 98 જોડાણોમાં ગેરરીતી મળી આવતાં કુલ રૂા.21.80 લાખના બીલો ફટકારવામાં આવ્યા હતાં

તેમજ સોમવારે પીજીવીસીએલની 43 ટીમો દ્વારા 16 એસઆરપી અને 24 પોલીસકર્મી તથા 3 વિડિયોગ્રાફરો સાથેના બંદોબસ્ત વચ્ચે શહેરના ખંભાળિયા ગેઇટ અને નગરસીમ સબ ડિવિઝનના સાધનાકોલોની, જેલરોડ અને ગોકુલનગર સહિતના વિસ્તારોમાં ચેકીંગ કામગીરી દરમિયાન કુલ 656 વીજજોડાણો તપાસવામાં આવ્યા હતા તે પૈકીના 124 વીજજોડાણોમાં ગેરરીતિ ઝડપાતા કુલ રૂા.28.50 લાખના બીલો ફટકારવામાં આવ્યા હતા અને મંગળવારે 37 ટીમો દ્વારા પટેલ કોલોની, દરબારગઢ અને સાતરસ્તા સબ ડિવિઝનના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત સાથે ચેકીંગ દરમિયાન કુલ 520 જોડાણો તપાસવામાં આવ્યા હતા. તે પૈકીના 104 વીજજોડાણોમાં ગેરરીતિ ઝડપાતા રૂા.23.70 લાખના બીલો ફટકારવામાં આવ્યા હતાં.પીજીવીસીએલ ટીમો દ્વારા બે દિવસ દરમિયાન કુલ 228 વીજજોડાણોમાં ગેરરીતિ ઝડપાતા રૂા.52.20 લાખના બીલો ફટકારવામાં આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular