Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયઆ જગ્યાએ ITના દરોડામાં મળી આવ્યા રોકડા 142 કરોડ !, અધિકારીઓના હોશ...

આ જગ્યાએ ITના દરોડામાં મળી આવ્યા રોકડા 142 કરોડ !, અધિકારીઓના હોશ ઉડી ગયા

- Advertisement -

- Advertisement -

આવકવેરા વિભાગ દ્વારા હૈદરાબાદની ફાર્મા કંપની હેટેરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં અધિકારીઓને તિજોરીઓમાંથી રોકડા રૂ.142 કરોડ મળી આવતા તેઓ પણ દંગ રહી ગયા હતા. આવકવેરા વિભાગે કહ્યું હતું કે દસ્તાવેજો તપાસ્યા પછી ખબર પડી કે આ કંપનીએ રૂ. 550 કરોડની કમાણીનો ક્યાંય ઉલ્લેખ જ નથી કર્યો. આ કંપની દુનિયાના 50થી વધુ દેશમાં ભારતમાં ઉત્પાદિત દવાઓની નિકાસ કરે છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ કહ્યું કે 6 ઓક્ટોબરના રોજ હૈદરાબાદમાં 50 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન અત્યાર સુધીમાં લગભગ 550 કરોડ રૂપિયાની બિનહિસાબી આવક મળી આવી છે. જ્યારે 142 કરોડ રૂપિયાથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી છે. હાલમાં, કંપનીના અધિકારીઓ તરફથી આ અંગે કોઈ ટિપ્પણી મળી નથી.

- Advertisement -

સીબીડીટીએ જણાવ્યું હતું કે ગ્રુપ ફાર્માસ્યુટિકલ સામગ્રીનું ઉત્પાદન કરે છે અને મોટાભાગના ઉત્પાદનોની અમેરિકા અને દુબઇ અને કેટલાક આફ્રિકન અને યુરોપિયન દેશોમાં નિકાસ કરવામાં આવે છે. બનાવટી અને બિન-અસ્તિત્વ ધરાવતી સંસ્થાઓમાંથી કરવામાં આવેલી ખરીદીમાં છેતરપિંડી  હોવાનું સામે આવ્યું છે. આ સિવાય જમીન ખરીદવા માટે નાણાં ચૂકવ્યાના પુરાવા પણ મળ્યા હતા. કોવિડ-19 ની સારવાર માટે અનેક કરારો પર હસ્તાક્ષર અને વિવિધ દવાઓ જેમ કે રેમડેસિવિર અને ફેવિપિરાવીર જેવી અનેક દવાઓ વિકસિત કરવા માટેના કામોમાં સામેલ હોવાને કારણે હેટેરો જૂથ હેડલાઇનમાં રહ્યું હતું. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular