Friday, December 27, 2024
Homeરાજ્યગુજરાતસ્વીટી પટેલની હત્યા કરનાર અજયનો પોલિગ્રાફ ટેસ્ટ પોઝિટિવ: પોલીસને અસ્થિઓ, 5દાંત, મંગળસૂત્ર...

સ્વીટી પટેલની હત્યા કરનાર અજયનો પોલિગ્રાફ ટેસ્ટ પોઝિટિવ: પોલીસને અસ્થિઓ, 5દાંત, મંગળસૂત્ર મળ્યા

હિન્દુ રીત-રિવાજ મુજબ અંતિમવિધિ માટે અજયે ઘી-દૂધની વ્યવસ્થા કરી હતી

- Advertisement -

ગુજરાતના ચર્ચિત હત્યા કેસમાં પોલીસ તપાસમાં આજે અનેક ખુલ્લાસાઓ થયા છે. સ્વીટીની હત્યા નીપજાવનાર તેના પતી પીઆઈ અજય દેસાઈનો પોલીગ્રાફ ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. અજય દેસાઈએ સ્વીટીની ગળું દબાવી હત્યા કર્યા બાદ કરજણની બંધ હોટલ પાછળ અંતિમ સંસ્કાર કર્યા હતા. પોલીસે આ જગ્યાએ ખોદકામ શરુ કર્યું હતું જેમાં અસ્થિ, બ્રેસલેટ, વીંટી અને 5 દાંત મળ્યાં છે. આ દાંત DNA ટેસ્ટ માટે ખુબ મહત્વના સાબિત થશે.

- Advertisement -

હિન્દુ રીત-રિવાજ મુજબ  અજય દેસાઈએ લાશને સળગાવવા જેની પાસેથી ઘી મંગાવ્યું આવ્યું હતું તેનું પણ નિવેદન લેવાયું છે. સ્વીટી પટેલ હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં અનેક ખુલાસા થયા છે. પોલીસને મૃતક સ્વીટી પટેલની 43 અસ્થિઓ મળી છે. જેમાં સ્વીટી પટેલનું બળી ગયેલું મંગળસૂત્ર, વિંટી અને બ્રેસલેટ તેમજ પાંચ દાંત આ બધી વસ્તુઓની FSLમાં તપાસ ચાલી રહી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ જગ્યાની માટી ચાળીને તપાસ કરતાં એમાંથી આ વસ્તુઓ મળી આવી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચની પૂછપરછમાં અજય દેસાઈએ સ્વીકાર્યું હતું કે પત્નીની હત્યા કર્યા પછી તેની લાશ મિત્ર કિરીટસિંહ જાડેજાની અટાલી પાટિયા પાસે આવેલી બંધ હોટલ પાછળ અવાવરૂ જગ્યામાં સળગાવીને ફેંકી દીધી હતી. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular