Friday, December 5, 2025
HomeવિડિઓViral Videoઆ હોસ્પિટલના મેડિકલ સ્ટોરની દીવાલમાં બાકોરું પાડી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો, ઘટના...

આ હોસ્પિટલના મેડિકલ સ્ટોરની દીવાલમાં બાકોરું પાડી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો, ઘટના CCTVમાં કેદ

વડોદરાની સયાજી હોસ્પિટલના સેન્ટ્રલ મેડીકલ સ્ટોર માંથી તસ્કરોએ ચોરી કરી હોવાની ઘટના સમી આવી છે.  તસ્કરોએ મોડી રાત્રે સયાજી હોસ્પિટલના સેન્ટ્રલ મેડિકલ સ્ટોરની દીવાલમાં બાકોરું પાડી ઓક્સિજન રૂમમાંથી સાધનો રીપેરીંગ કરવાની કીટના ટુલ્સ ચોરી કરી નાશી છુટ્યા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે. જેના આધારે  પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -

વડોદરા શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એક બનાવ બનતા પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે. સયાજી હોસ્પિટલના સેન્ટ્રલ મેડિકલ સ્ટોરની દીવાલને બાકોરું પાડીને તસ્કરો રીપેરીંગ કીટના ટુલ્સની ચોરી જતાં કર્મચારીઓ ચોંકી ઉઠ્યા હતા. સ્ટોર રૂમમાં જતાં તેઓને બાયોમેડિકલ વર્કશોપમાં સામાન અસ્તવ્યસ્ત જોતા કર્મચારીઓને ચોરીની શંકા ગઈ હતી અને બાદમાં તેઓએ એક બાકોરું જોયું હતું. અહીં  બાયોમેડિકલ એન્જિનિયરો સાધનોનું રીપેરીંગ કામ કરે છે.  આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતાCCTVના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular