રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનને સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ માટે અપાતી રાજ્ય સરકારની નિકાસ સહાયમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી સમક્ષ ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન દ્વારા આ સંદર્ભમાં કરવામાં આવેલી રજૂઆતનો સાનૂકુળ પ્રતિસાદ આપતાં મુખ્યમંત્રીએ હવે, FOB(ફ્રેઈટ ઓન બોર્ડ) પ્રતિ કિ.ગ્રામ ૧૮૦ને બદલે રૂ. ર૦૦ આપવાનો નિર્ણય લીધો છે.
રાજ્યના પશુપાલકોના હિતમાં સરકાર સ્કીમ મિલ્ક પાઉડરમાં દૂધ સંઘોને આંતરરાષ્ટ્રીય બજારોમાં થતાં નાણાકીય નુકશાનને સરભર કરવા માટે આવી નિકાસ સહાય મંજુર કરે છે. મુખ્યમંત્રીએ એવું પણ સૂચવ્યું છે કે, જો સ્કીમ મિલ્ક પાવડરના FOB ભાવમાં વધારો થાય તો આ વધારા જેટલી રકમની નિકાસ સહાયમાં ઘટાડો થશે. એટલે કે જો FOB ભાવ રૂ. ર૦૦થી વધીને ર૧૦ થાય તો, નિકાસ સહાય રૂ. પ૦ થી ઘટીને રૂ. ૪૦ થશે. જો FOB ભાવમાં ઘટાડો થાય તો પણ નિકાસ સહાય યથાવત એટેલે કે રૂ. પ૦ પ્રતિ કિ.ગ્રામ જ રહેશે. આ સમગ્ર યોજના રૂ. ૧પ૦ કરોડની નાણાંકીય મર્યાદામાં મંજૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ જોગવાઇ અનુસાર સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ કરવા પ્રતિ કિ.ગ્રામ રૂ.50 મહત્તમ નિકાસ સહાય 6 મહિનાના સમયગાળા માટે રૂ.150 કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવેલી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તદઅનુસાર, 1 જુલાઇ-2021થી તા.31 ડિસેમ્બર-2021 સુધીના 6 માસ માટે રૂ. 50 પ્રતિ કિ.ગ્રામ સહાય મંજૂર કરી છે.