Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતની 9 નગરપાલિકાઓમાં બનશે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ

ગુજરાતની 9 નગરપાલિકાઓમાં બનશે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ

- Advertisement -

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રાજ્યની નવ નગરપાલિકાઓમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપના કરવાનો અભિનવ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની તમામ ૧૫૬ નગરપાલિકાઓમાં ગંદા પાણીના શુધ્ધિકરણ માટે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત થવાનો લક્ષ્યાક ટૂંક સમયમાં પૂર્ણ કરાશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નગરપાલિકાઓની લાંબાગાળાની માંગણીનો સંવેદનાસ્પર્શી પ્રતિસાદ આ સૈદ્ધાંતિક મંજૂરીથી આપ્યો છે.

- Advertisement -

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની નવ નગરપાલિકાઓ  સાવરકુંડલા, ગઢડા, કઠલાલ, મહુધા, બાયડ, પાટડી, સોજીત્રા, સિધ્ધપુર અને વલ્લભવિદ્યાનગરમાં અદ્યત્તન ટેકનોલોજી આધારિત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપના કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાજ્યના શહેરો-નગરો સમયાનુકૂળ તમામ સુવિધાયુક્ત બને તે માટેના આયોજનબદ્ધ પ્રયાસો રાજ્ય સરકારે હાથ ધર્યા છે તે અંતર્ગત તમામ નગરો S.T.P.-W.T.P. યુક્ત બને તેમજ વપરાયેલા ગંદા પાણી રિયુઝ ઓફ ટ્રીટેડ વોટરનો પણ ખેતીવાડી, બાગ-બગીચા, તળાવો ભરવા જેવા કામોમાં પુનઃ વપરાશ થાય તે દિશામાં મુખ્યમંત્રીના દિશાદર્શનમાં રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ  રાજ્યના  તમામ શહેરોમાં પીવાના પાણીની તથા ભૂગર્ભ ગટરની સુવિધા પૂરી પાડવા માટેનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જે અનુસાર ભૂગર્ભ ગટર યોજનાના કુલ 183 કામો 156નગરપાલિકાઓ માટે મંજુર કરવામાં આવ્યા છે. અને 144 નગરપાલિકાઓમાં આ કામ પૂર્ણ થઇ ચુક્યા છે. સાવરકુંડલા, ગઢડા, કઠલાલ, મહુધા, બાયડ, પાટડી, સોજીત્રા, સિધ્ધપુર અને વલ્લભવિદ્યાનગરમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપનાના કારણે ટુંક સમયમાં જ રાજ્યની તમામ ૧૫૬ નગરપાલિકાઓમાં STP પ્લાન્ટ કાર્યરત કરવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ લક્ષ્યાંક પૂર્ણ થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular