જામનગર શહેરમાં 18+ ના રસીકરણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે 45+ માં સરેરાશ બે હજાર લોકોને રસીકરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં બીજો ડોઝ લેનારા લોકોની સંખ્યા વધુ છે. શહેરમાં આજ દિવસ સુધીમાં 45 થી વધુની ઉંમરના લોકોનો આંક 136984 રહ્યો છે.
જામનગર સહિત સમગ્ર દેશમાં હાલ કોરોના મહામારીના કહેરમાં બીજી લહેર ખૂબ જ ઝડપી અને ઘાતક બનતી જાય છે. આ લહેરને અટકાવવા માટે રાજ્યના 36 શહેરમાં રાત્રિ કફર્યૂ લાદવામાં આવ્યો છે. ઉપરાંત સમગ્ર રાજ્યમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને તબીબી સેવાઓ સિવાયના વ્યવસાયો અને રોજગાર બંધ રાખવામાં આવ્યા છે. આ પાબંધી તા. 18 મે સુધી લંબાવવામાં આવી છે. આ મહામારીમાં છેલ્લાં 3-4 દિવસથી કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
બીજી તરફ પહેલી તારીખથી 18+ ના લોકોને કોરોના રસી આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલાં 45+ ના લોકો માટે રસીકરણ અભિયાન અવિરત ચાલુ જ છે. પરંતુ, છેલ્લાં 4-5 દિવસથી કોરોના કેસમાં ઘટાડાની સાથે સાથે 18+ માં રસીકરણમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં કોરોના સંક્રમણ કયારેય પણ કાબુમાં આવે તેવી શકયતાઓ દેખાતી નથી. જામનગર શહેરમાં તા. 11 મે સુધીના આંકડાઓ ઉપર નજર કરીએ તો તા. 11 મે ના રોજ 45+ ના 551 લોકોને પ્રથમ ડોઝ અપાતા કુલ 94908 લોકોએ પ્રથમ ડોઝ લીધો છે. જ્યારે મંગળવારે 1955 લોકોને બીજો ડોઝ આપવામાં આવતા બીજો ડોઝ લેનારાઓની સંખ્યા 42076 સુધી પહોંચી ગઈ છે અને 45+ ના રસીકરણ લેનારા લોકોનો આંકડો 136984 નો થયો છે.
જ્યારે તા. 1 લી મે થી શરૂ કરાયેલા 18+ ના લોકોને કોરોના રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં જામનગર શહેરમાં 11 તારીખ સુધીમાં કુલ 15520 લોકોએ પ્રથમ ડોઝ લીધો છે અને મંગળવારે 1437 લોકોએ પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.
જામનગર શહેરમાં ગઇકાલે 18+ના 1437 લોકોને રસિકરણ
45+ના લોકો દ્વારા પ્રથમ અને બીજો ડોઝ લેનારનો આંકડો 1,36,984