Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજી.જી. હોસ્પિટલના આઉટ સોર્સિંગ સ્ટાફ દ્વારા પડતર પ્રશ્નો અંગે ધરણા

જી.જી. હોસ્પિટલના આઉટ સોર્સિંગ સ્ટાફ દ્વારા પડતર પ્રશ્નો અંગે ધરણા

- Advertisement -

જામનગરની જી.જી. હોસ્પિટલ તથા એમ.પી. શાહ ગર્વમેન્ટ મેડિકલ કોલેજમાં આઉટ સોર્સથી ફરજ બજાવી રહેલા કર્મચારીઓ દ્વારા પગાર વધારો કરવા સહિતની માંગણીઓ અંગે ગત તા. 10ના રોજ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવ્યા બાદ આજરોજ મેડિકલ કોલેજ ખાતે ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

છેલ્લા પાંચ વર્ષથી આઉટ સોર્સથી ફરજ બજાવતાં કર્મચારીઓ દ્વારા કોરોના મહામારીમાં જીવના જોખમે પણ ફરજ બજાવતાં હોવા છતાં હાલમાં કોરોના મહામારીમાં ફરજ માટે ભરતી કરેલ દરેક કેડરના નવા અને બિનઅનુભવી સ્ટાફને ખૂબ જ વધુ પગાર આપવામાં આવે છે. પરંતુ તે જ કામ વર્ષોથી કરતાં અનુભવી સ્ટાફને યોગ્ય પગાર આપવામાં આવતો નથી. તેમજ આઉટ સોર્સિંગ નાબુદ કરી કાયમી કર્મચારી તરીકે નિમણૂંક આપવા અંગે આવેદનપત્ર પાઠવ્યા બાદ સમસ્યાનો ઉકેલ ન આવતાં આઉટ સોર્સિંગ નર્સિંગ સ્ટાફના 450 જેટલા સભ્યોએ આજે કામથી દૂર રહી હડતાલ પાડી વિરોધ વ્યક્ત કર્યો હતો. પોલીસ વિભાગ દ્વારા તેઓને જણાવ્યું હતું કે, 4 થી વધુ લોકો એકત્રિત થશે તો કલમ 144 મુજબ ગુનો દાખલ કરવામાં આવશે. જેને ધ્યાને લઇ આઉટ સોર્સિંગ નર્સિંગના 4 જેટલા આગેવાનો મેડિકલ કેમ્પસ ખાતે ધરણા ઉપર બેઠા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular