Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરલાખાબાવળ ગામે આવેલ સ્મશાનગૃહમાં મહાજન પરિવાર દ્વારા અગ્નિસંસ્કાર માટે નિ:શૂલ્ક લાકડા તથા...

લાખાબાવળ ગામે આવેલ સ્મશાનગૃહમાં મહાજન પરિવાર દ્વારા અગ્નિસંસ્કાર માટે નિ:શૂલ્ક લાકડા તથા અન્ય ચીજોની સુવિધા

- Advertisement -

હાલની કોરોનાની મહામારીએ રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું છે. ઘણા પરિવારોના સ્વજનો આ મહામારીમાં આ ફાની દુનિયા છોડીને જતાં રહ્યાં છે. હાલની પરિસ્થિતિએ જામનગરમાં અંતિમ સંસ્કાર માટે પણ જગ્યા મળવી મુશ્કેલ બન્યું છે, ક્યારેય ન જોયા હોય તેવા દ્રશ્યો અંતિમ સંસ્કાર માટેની કતારોના જોવા મળી રહ્યાં છે.

- Advertisement -

જામનગરથી નજીક આવેલ લાખાબાવળ ગામે સ્મશાનગૃહ (સોનાપુરી)માં મૃત સ્વજનો માટેના અગ્નિ સંસ્કાર માટે લાખાબાવળના વતની હાલ જામનગરના સ્વ. ભરતભાઇ હંસરાજ ગોસરાણી/શાહ (યુનો)ના પરિવારજનો જીતુભાઇ શાહ તથા પરાગભાઇ શાહ દ્વારા લાખાબાવળના સ્મશાન ગૃહમાં અગ્નિસંસ્કાર માટે નિ:શૂલ્ક લાકડા તથા અન્ય ચીજોની સુવિધા ઉપલબ્ધ કરેલ છે. આવી પરિસ્થિતિમાં કોઇપણ પરિવારના સ્વજન મૃત્યુ પામે તો અગ્નિ સંસ્કાર માટે લાખાબાવળ સોનાપુરી સ્મશાનગૃહમાં વિના સંકોચે મૃતદેહ લઇ જઇ અગ્નિ સંસ્કાર કરી શકાશે.

સ્વ. ભરતભાઇ હંસરાજ ગોસરાણી/શાહ (યુનો)ના પરિવારના દ્વારા લાખાબાવળ મૂકામે બે સુશોભિત પ્રવેશ દ્વારનું નિર્માણ થઇ રહેલ છે. જે લાખાબાવળની શોભામાં અભિવૃધ્ધિ કરે છે. આ ઉપરાંત લાખાબાવળની ગૌશાળામાં પાણીના બે બોર કરાવી આપવામાં આવેલ છે. જ્યારે જ્યારે ગ્રામજનોને જરુરીયાત ઉપસ્થિત થયેલ છે. ત્યારે આ દાનવીર દાતા પરિવાર તરફથી હરહંમેશ સાથ સહકાર આપવામાં આવેલ છે.

- Advertisement -

વધુ માહિતી માટે લાખાબાવળના સરપંચ ભરતસિંહ જાડેજા (9925194545), જીતુભાઇ શાહ (9898541717), પ્રફુલભાઇ સુમરીયા (9924533521), કમલભાઇ ગોસરાણી (9924549595)નો સંપર્ક કરવા યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular