Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ, નવા 308 કેસ

જામનગરમાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ, નવા 308 કેસ

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં કોરોના મહામારીનો તાંડવ હજી ચાલી રહ્યું છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં 189 અને ગ્રામ્યના 119 કેસ મળી 308 કેસ નોંધાયા છે. તો 173 દર્દીઓએ કોરોનાને હરાવવામાં સફળ રહેતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

- Advertisement -

છેલ્લાં ઘણાં દિવસોથી જામનગર જિલ્લામાં કોરોના પોઝિટીવ દર્દીઓનો આંક 300 આસપાસ જ રહે છે. જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં બેડ પણ ફુલ થઇ ચૂક્યા છે. કોરોનાનું સંક્રમણ વધતાં પરિસ્થિતિ વણસતી જઇ રહી છે. જામનગર શહેરમાં 189 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જ્યારે 99 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આ ઉપરાંત જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કુલ 119 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે 74 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા ડિસ્ચાર્જ કરાયા છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં કુલ 278362 સેમ્પલનું પરીક્ષણ થયું છે. જામનગર ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કુલ 221348 સેમ્પલનું પરીક્ષણ થયું છે. એક જ દિવસમાં 308 દર્દીઓ નોંધાયા હોય વહીવટી તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવામાં ઉંઘેમાથે થયું છે. જામનગરમાં કોરોના વિકરાળ બનતો જઇ રહ્યો છે. કોવિડ હોસ્પિટલ પોઝિટીવ દર્દીથી ઉભરાઇ રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular