Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયગુડબાય POK, મોદી સરકારનું સરેન્ડર : સ્વામી

ગુડબાય POK, મોદી સરકારનું સરેન્ડર : સ્વામી

ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન મોદીને ફરી લીધા નિશાને

- Advertisement -

મોદી સરકાર પર ભાજપના જ નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યન સ્વામીએ ફરી એકવાર આકરા પ્રહાર કર્યા છે. સ્વામીએ પીએમ મોદીને પાકિસ્તાનને લઈને નિશાને લીધા છે. પાકિસ્તાન સાથે વ્યાપાર ફરી એકવાર શરૂ કરવાની અટકળોને લઈને સ્વામીએ કહ્યું હતું કે, કાશ્મીર પર મોદી સરકારે પાકિસ્તાન સામે સરેન્ડર કરી લીધું છે. હવે શક્ય છે કે આવનાર સમયમાં પીએમ મોદી અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાનખાન લંડનમાં એક સાથે ડિનર કરતા નજરે પડે.

- Advertisement -

સ્વામી કેટલાક સમયથી મોદી સરકાર પર આક્રમક પ્રહારો કરી રહ્યાં છે. હવે તેમને પાકિસ્તાન સાથે વ્યાપાર સંબંધો ફરી એકવાર યથાવત કરવાના અહેવાલને લઈને ટિવટ કરતા કહ્યું હતું કે, કાશ્મીર પર સરેન્ડર. ગુડ બાય ઙજ્ઞઊં. મને વિશ્ર્વાસ છે કે ટુંક સમયમાં જ મોદી અને ઈમરાન એકસાથે લંડનમાં ડિનર કરશે. ભારત સાથે વ્યાપાર કરવાને લઈને પાકિસ્તાનમાં આજે કેબિનેટની મહત્વની બેઠક યોજાવવા જઈ રહી છે. પાકિસ્તાને સંકેત આપી દીધા છે કે, તે પાકિસ્તાન સાથે ફરી વ્યાપાર શરૂ કરવા તૈયાર છે જે લગભગ બે વર્ષથી બંધ હતાં. સાથે ભારતે પણ પાકિસ્તાન સાથે વ્યાપાર સંબંધોને ફરી એકવાર યથાવત કરવા પોતાનો પક્ષ રજુ કર્યો છે.

ગયા અઠવાડીયે વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી હરદીપસિંહ પુરીએ લોકસભામાં કહ્યું હતું કે, ભારત સામાન્ય સંબંધો સ્થાપિત કરવાની ઈચ્છા ધરાવે છે જેમાં પાકિસ્તાન સહિત તમામ દેશો સાથે વ્યાપારનો સમાવેશ થાય છે. પાકિસ્તાને ઓગષ્ટ 2019માં ભારત સાથે દ્વિ-પક્ષિય વ્યાપારને લઈને એકતરફી નિર્ણય લેતા રદ્દ કર્યા હતાં. હવે એ બાબત પાકિસ્તાન પર જ નિર્ભર છે કે, તે પોતાના એકતરફી નિર્ણયની સમીક્ષા કરે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular