Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયદિલ્હની જેલમાં કેદીઓને કોરોના ફળ્યો !

દિલ્હની જેલમાં કેદીઓને કોરોના ફળ્યો !

2000 કેદી જેલ બહાર ગયા ઇ ગયા, પાછાં જ ન આવ્યા !

- Advertisement -

કોરોનાથી બચાવવા માટે જામીન- પેરોલ પર મુક્ત કરેલા કેદીઓમાંથી હજી સુધી 2000 કેદીઓ જેલમાં પાછા આવ્યા નથી. તે લોકો ભાગી ગયા છે કે શું? તેની તપાસ કરવા માટે તિહાર જેલ પ્રશાસને જેલમાં પાછા ન ફરતા તમામ કેદીઓની વિગતો દિલ્હી પોલીસ સાથે શેર કરી છે. તેમની માહિતી દિલ્હી પોલીસ હેડક્વાર્ટરને મોકલવામાં આવી છે. જ્યાંથી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેમને શોધવાનું કામ શરૂ કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે, આગામી સમયમાં દિલ્હી પોલીસ માટે ભાગેડુ કેદીઓને શોધવાનું કામ પણ મોટું થવાનું છે. તિહાર જેલના સૂત્રોએ જણાવ્યું હતું કે ગયા વર્ષે કોરોના શરૂ થયા બાદ સંબંધિત અદાલતોથી જેલમાં બંધ 18,000થી વધુ કેદીઓમાંથી સાત હજારને ઇમરજન્સી પેરોલ અને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. જેથી જેલમાં કોરોના ફેલાય તો પરિસ્થિતિ ગંભીર નહીં થાય અને કેરોના વાયરસથી ઝપેટમાં આવે તે પહેલાં કેદીઓને સમયસર બચાવી શકાય. હવે જ્યારે સંબંધિત અદાલતોએ આ કેદીઓની ઇમરજન્સી પેરોલ-બેલ આગળ ન વધારવાનો નિર્ણય લીધો છે, અને સંબંધિત તારીખો મુજબ જેલમાં સરેન્ડર કરવા માટે કહેવામાં આવ્યું છે. આવા ઘણા કેદીઓ છે જેઓ જેલમાં પાછા આવી રહ્યા નથી.

- Advertisement -

જેલના સૂત્રો કહે છે કે 1184 દોષિતોમાંથી 112 આવા છે જેઓ પાછા જેલમાં આવ્યા નથી. આ સિવાય અન્ડર-ટ્રાયલ કેદીઓમાંથી સાડા પાંચ હજારથી વધુ કેદીઓ પૈકી 3000 જેટલા કેદીઓએ જેલ પાછા આવવાનું હતું પરંતુ આમાંના મોટાભાગના કેદીઓએ સરેન્ડર કર્યું નથી. એવા અહેવાલ મળ્યા છે કે આમાંથી બે હજારથી વધુ કેદીઓ આ પ્રકારના છે જેઓ જેલમાં પાછા ફર્યા નથી. સૂત્રો આની પાછળ ઘણા કારણો આપી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular