Homeરાજ્યહાલારદ્વારકામાંથી બે આઇફોન મોબાઇલ ચોરાયા

દ્વારકામાંથી બે આઇફોન મોબાઇલ ચોરાયા

દ્વારકામાં બે આઇફોન મોબાઇલ ચોરાયાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવા પામી છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -

આ ચોરીની વિગત મુજબ દ્વારકામાં શક્તિભવન ખાતે રહેતા અને મૂળ મેઘાલય રાજ્યના વેસ્ટ કાશી હિલ્સ ખાતે રહેતા સેમપિંગ હેમિન્દ્રો મારક નામના ખ્રિસ્તી યુવાનના જુદા જુદા બે મોડલના આઈફોન 13 મોબાઈલ કોઈ તસ્કર શક્તિ ભવનની બહાર ખુરશી પરથી લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું છે. કુલ રૂપિયા 40 હજારની કિંમતના આ બે મોબાઈલ ફોનની ચોરી થવા સબબ દ્વારકા પોલીસે અજાણ્યા તસ્કર સામે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular