Homeરાજ્યહાલારબેટ દ્વારકામાં રિક્ષા અથડાતાં મારામારી

બેટ દ્વારકામાં રિક્ષા અથડાતાં મારામારી

બેટ દ્વારકામાં રિક્ષા પાછળ વાળતી વખતે મોટરસાયકલમાં અડી જતાં આ બાબતે રિક્ષાચાલકને કહેતાં તેણે ઉશ્કેરાઇ મોટરસાયકલ ચાલક સાથે મારામારી કરતાં પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ બેટ દ્વારકા ખાતે રહેતા તાજીમભાઈ અયુબભાઈ નારીયા નામના 35 વર્ષના યુવાનની મોટરસાયકલના આગળના ભાગે રીક્ષા રિવર્સ લેતી વખતે આરોપી ગગનભા માણેક (રહે. પોશીત્રા) ની રીક્ષા અડી જતા ફરિયાદી તાજીમભાઈએ આરોપી ગગનભાને કહ્યું હતું કે “ભાઈ દેખાતું નથી?” તેમ કહેતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતું અને તાજીમભાઈ સાથે ઝઘડો કરી બિભત્સ ગાળો ભાંડી હતી. આટલું જ નહીં આરોપીએ પોતાના હાથમાં પહેરેલું કળું તાજીમભાઈને મારી દેતા તેમને ઈજાઓ થવા પામી હતી. આ અંગે બેટ દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ગુનો નોંધાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular