ખંભાળિયામાં ધરમપુરમાં રહેતાં વૃદ્ધ મોટરસાયકલ પર જતા હતા ત્યારે અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતાં પટકાયા હતા. તેમને સારવારમાં લઇ જવાતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.
આ બનાવની વિગત મુજબ ખંભાળિયાના ધરમપુર વાડી વિસ્તારમાં રહેતા રમેશભાઈ ભીમાભાઈ કછટીયા (ઉ.વ. 63) નામના વૃદ્ધ સોમવારે તેમના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે અહીંની દેના બેન્ક પાસે તેમને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેઓ જમીન પર પટકાઈ પડ્યા હતા. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાતા અહીં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના ભત્રીજા નવીનભાઈ સવજીભાઈ કછટીયાએ અહીંની પોલીસને કરી છે.


