Homeરાજ્યહાલારસતાપરમાંથી જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

સતાપરમાંથી જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

જામજોધપુર તાલુકાના સતાપર ગામના પાદરમાં વડલાના ઝાડ નીચે તીનપતીનો જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે રૂા. 2250ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ જામજોધપુર તાલુકાના સતાપર ગામના પાદરમાં આવેલા વડલાના ઝાડ નીચે તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે જામજોધપુર પોલીસે રેઇડ દરમ્યાન વજશી ભીમા પરમાર, દયેશ કલા પરમાર, દીપક બાવનજી ધોલેતર નામના ત્રણ શખ્સોને રૂા. 2250ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં જુગાર પૂર્વે ભરત છગન પરમાર, હરસુખ કરમણ ડાભી નામના બે શખ્સો નાશી ગયા હતા. જેથી પોલીસે પાંચ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular