લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2025માં નોંધાયેલા પ્રોહિ.ના ગુનામાં નાસતા ફરતા આરોપીને સ્થાનિક પોલીસે દબોચી લઇ આગળની કાર્યવાહી આરંભી હતી.
મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2025માં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં અજય ચરણગિરિ ગોસ્વામી (ઉ.વ.29, રહે. ખંભાળિયા, જિ. દ્વારકા) નામના શખ્સ અંગે હે.કો. મનહરસિંહ જાડેજા, પો.કો. દિવ્યેશભાઇ ભીંભા, અરજણભાઇ ચાવડાને મળેલી બાતમીના આધારે પીઆઇ એ.જી. જાડેજા, હે.કો. મનહરસિંહ જાડેજા, પો.કો. દિવ્યેશભાઇ ભીંભા, અરજણભાઇ ચાવડા સહિતના સ્ટાફે લાલપુર તાલુકાના મેમાણા ગામના પાટિયા પાસેથી આંટાફેરા કરતા અજય ગોસ્વામી નામના નાસતા ફરતા શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


