સરગવાળા ગામના ખેડૂતોના ખેતરમાં ગેસ પાઇપલાઇન કામગીરી મુદ્દે અવાજ ઉઠાવનાર ખેડૂતો સહિતનાની ધરપકડ કરવા સહિતના મુદ્દે વિરોધ પ્રદર્શન કરી આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આમ આદમી પાર્ટીના જણાવ્યા અનુસાર સરગવાળા ગામના ખેડૂતોના ખેતરમાં મંજુરી કે પુરતા વળતર વગર જી.પી.સી.એલ. કંપનીની ગેસ પાઇપ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી સામે ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ત્યારે આ કામગીરી સામે અવાજ ઉઠાવનાર સાત ખેડૂતો અને તેમને ન્યાય અપાવવા ગયેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજભાઇ સોલંકી ઉપર કલમ 307 જેવી ગંભીર કલમો લગાવી ધરપકડ કરવામાં આવી છે. જેના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આપ જામનગર પ્રમુખ વશરામભાઇ રાઠોડ, યુવા પ્રમુખ મયુર ચાવડા સહિતના દ્વારા આ અંગે કાર્યવાહી કરવા માંગણી કરાઇ છે.
View this post on Instagram


