Homeરાજ્યજામનગરજામનગરમાં બે સ્થળોએ દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સ ઝડપાયા

જામનગરમાં બે સ્થળોએ દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સ ઝડપાયા

જામનગર શહેરમાં પંચેશ્વર ટાવર પાસેથી સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે બે શખ્સોને ઝડપી લઇ દારૂની બોટલ અને રોકડ મળી રૂા. 10,150.79ના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના ભીમવાસ શેરી નંબર ત્રણમાંથી પોલીસે શખ્સને 32 નંગ ચપલા સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -

દારૂના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના પંચેશ્ર્વર ટાવર રોડ પાસેથી પસાર થતાં બિપીન પ્રભુ નંદા અને યોગેશ મુકેશ ભદ્રા નામના બે શખ્સોને સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે દબોચી લઇ તલાશી લેતાં તેમની પાસેથી રૂા. 5150.79ની ત્રણ બોટલ દારૂ અને રૂા. 5 હજારની કિંમતનો મોબાઇલ ફોન મળી આવતાં પોલીસે રૂા. 10,150.79ની કિંમતનો મુદામાલ કબ્જે કરી બન્નેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો જામનગર શહેરના ભીમવાસ, શેરી નંબર ત્રણમાંથી સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે અજય નરશી બાંભણિયા નામના શખ્સને આંતરીને તલાશી લેતાં તેના કબ્જામાંથી રૂા. 9600ની કિંમતના 32 નંગ ઇંગ્લીશ દારૂના ચપલા મળી આવતાં પોલીસે અજયની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular