Homeરાજ્યજામનગરગુરુનાનક દેવજીની 557મી જન્મ જયંતિની ઉજવણી - VIDEO

ગુરુનાનક દેવજીની 557મી જન્મ જયંતિની ઉજવણી – VIDEO

પ્રભાતફેરી શબ્દકીર્તન અખંડ પાઠ સહિતના કાર્યક્રમો યોજાયા: સમગ્ર ગુરુદ્વારાને રોશનીથી શણગારાયું : ગુરૂ કા લંગર (પ્રસાદી)નું આયોજન

જામનગરના ગુરુદ્વારે ગુરુસિંઘ સભામાં ગુરુનાનકજીની 557મી જન્મ જયંતિની ઉજવણી ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. જેમાં ગુરુદ્વારાથી પ્રભાત ફેરી અને અખંડ પાઠ સાહેબનો આરંભ કરવામાં આવ્યો હતો. જે આજે 24 નવેમ્બરના દિવસે અખંડ પાઠજીની સમાપ્તિ કરવામાં આવી હતી, તે પછી શબ્દ કીર્તન તે પછી ગુરુ કા લંગર (મહાપ્રસાદ)નું પણ આયોજન કરવા આવ્યુ હતું. જેમાં શીખ અને સિંધી સમાજના ભાઈઓ-બહેનો અને ધર્મપ્રેમી જનતા( સંગત) બહોળી સંખ્યામાં જોડાયા હતા.

- Advertisement -

ગુરુનાનક દેવજીના જન્મ અવતાર માતા તૃપ્તાજી અને પિતા મેહતા કાલૂજીના ઘરે નાનકાણા સાહેબમાં થયો હતો. જે હાલ પાકિસ્તાનમાં છે. શીખ ધર્મના પહેલા ગુરુ ગુરુનાનદેવજી હતા. તેમના ત્રણ સિદ્ધાંતો હતા. ‘નામ જપો; કીર્તન કરો અને વંડ છકો, અર્થાત્ હંમેશા ભગવાનને યાદ કરો. ‘મહેનત કરો’ અને એકબીજા હળી-મળીને સંપીને લોકોની સેવા કરો. ગુરુનાનકજીએ આખી દુનિયાનું પરિભ્રમણ પણ કર્યું હતું. છેલ્લે તે કરતારપુરમાં અંતિમ સમયમાં રહેતા હતા ત્યાં તે જોતીજોત સમાગએ દેવલોક ગયા હતા.

- Advertisement -

આજે આખું વિશ્ર્વ ગુરુનાનક દેવજીની 557મી જન્મ જયંતિ ઉજવી રહી છે. ત્યારે જામનગરના ગુરુદ્વારમાં પણ એક સપ્તાહમાં અલગ અલગ ધાર્મિક કાર્યકર્મો કરવામાં આવ્યા હતો આજ રોજ અખંડ પાઠજીની સમાપ્તિ કરવા આવી હતી. તે પછી રાજસ્થાનના ગંગાનગરથી વિશેષ મહેમાન ભાઈ સાહેબ ગગનદીપ સિંઘજી દ્વારા શબ્દ કીર્તન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ’ગુરૂ કા લંગર’ (પ્રસાદી)નું આયોજન કરવા આવ્યુ હતું. જેમાં શીખ સમાજ અને સિંધી સમાજ લોકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular