Homeરાજ્યહાલારવાવડી નજીક ઇંટો ભરેલો ટ્રક પલ્ટી ખાઇ ગયો

વાવડી નજીક ઇંટો ભરેલો ટ્રક પલ્ટી ખાઇ ગયો

જોડિયા તાલુકાના વાવડી ગામ નજીક ઇંટો ભરીને હડિયાણા જઇ રહેલા આઇસર ટ્રકના ચાલકે કાબૂ ગૂમાવતા ટ્રક પલ્ટી જતાં ત્રણથી વધુ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ જોડિયા તાલુકાના વાવડી ગામ નજીક આવેલા અનિલભાઇના ઇંટોના ભઠ્ઠામાંથી વાલજીભાઇ બેચરભાઇ પરમાર (ઉ.વ.43) સહિતના લોકો જીજે4 એક્સ 7257 નંબરના આઇસર ટ્રકમાં હડિયાણા ગામ જતા હતા ત્યારે જોડિયા તાલુકાના વાવડી ગામ નજીક પહોંચ્યા તે સમયે ટ્રકના ચાલક અનિલ વાઘેલાએ ટ્રક બેફિકરાઇથી ચલાવતા સ્ટીયરીંગ પરનાો કાબૂ ગૂમાવી દીધો હતો. જેથી ટ્રક રોડ પર પલ્ટી ખાઇ ગયો હતો. આ અકસ્માતમાં ટ્રકમાં બેસેલા વાલજીભાઇ, દીપકભાઇ વાઘેલા, ચંદુભાઇ વાઘેલા સહિતનાઓને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હે.કો. બી. એચ. લાંબરિયા તથા સ્ટાફે વાલજીભાઇના નિવેદનના આધારે ટ્રકચાલક અનિલ વાઘેલા વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular