Homeરાજ્યજામનગરજામનગરમાં મોડી રાતે પોલીસનો ટ્રાફિક એક્શન પ્લાન, નિયમભંગ કરતા વાહનચાલકોનું ચેકિંગ- VIDEO

જામનગરમાં મોડી રાતે પોલીસનો ટ્રાફિક એક્શન પ્લાન, નિયમભંગ કરતા વાહનચાલકોનું ચેકિંગ- VIDEO

નશામાં ડ્રાઇવિંગ, પૂરઝડપે વાહન હંકારવા અને કારમાં બ્લેક ફિલ્મ લગાવનારા પોલીસના નિશાને, શહેરના વિવિધ વિસ્તારોમાં સ્પેશિયલ નાઇટ ડ્રાઇવ યોજાઈ

જામનગર જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવા માટે ગત રવિવારે મોડી રાત્રે શહેરના વિવિધ વિસ્તારોમાં સ્પેશિયલ નાઇટ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલી આ કામગીરીમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

- Advertisement -

શહેરના મુખ્ય માર્ગો, વધુ વાહનવ્યવહાર ધરાવતા વિસ્તારો અને લોકોની અવરજવર રહેતી જગ્યાઓ પર પોલીસની ટીમો દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. રાત્રિના સમયે ખાસ આયોજન સાથે પોલીસ કાફલો રસ્તા પર ઉતર્યો હતો અને વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી. આ વિશેષ ડ્રાઇવમાં ખાસ કરીને નશાની હાલતમાં વાહન ચલાવતા ચાલકો પર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી હતી. આ ઉપરાંત પૂરઝડપે અને બેફિકરાઈથી વાહન હંકારતા વાહનચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જાહેર માર્ગો પર અવરોધ ઊભો થાય તે રીતે વાહનો પાર્ક કરનારા અને ટ્રાફિકને અડચણરૂપ બનનારા વાહનચાલકોને પણ ચેકિંગ હેઠળ આવરી લેવામાં આવ્યા હતા. કારમાં નિયમવિરુદ્ધ બ્લેક ફિલ્મ લગાવીને ફરતા વાહનચાલકો સામે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સાથે નંબર પ્લેટ વગરનાં વાહનો તેમજ મોટર વાહનના નિયમોનું ઉલ્લંઘન કરીને ફેન્સી નંબર પ્લેટ લગાવનારા વાહનચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -

જામનગર જિલ્લા પોલીસની આ સ્પેશિયલ નાઇટ ડ્રાઇવનો મુખ્ય હેતુ માર્ગ સલામતી વધારવા, ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકોમાં કાયદાનું ભાન કરાવવાનો હતો. રાત્રિના સમયે યોજાયેલી આ વિશેષ કામગીરીથી ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા પોલીસ સક્રિય બની હોવાનું જોવા મળ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular