Homeરાજ્યજામનગરસપ્તાહ દરમ્યાન હાલારમાંથી રૂા. 6.27 કરોડની વીજચોરી ઝડપાઇ

સપ્તાહ દરમ્યાન હાલારમાંથી રૂા. 6.27 કરોડની વીજચોરી ઝડપાઇ

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 6 દિવસ દરમ્યાન પીજીવીસીએલની ટીમ દ્વારા ચેકિંગ કાર્યવાહી અંતર્ગત કુલ 739 જોડાણોમાં ગેરરીતિ ઝડપાતા રૂા. 6,27,00,000ના બિલો ફટકારવામાં આવ્યા હતાં.

- Advertisement -

દરોડાની વિગત મુજબ જામનગર પીજીવીસીએલ દ્વારા જામનગર અને દ્વારકા જિલ્લાના જામનગર, લાલપુર, જામજોધપુર, કાલાવડ, ધ્રોલ, કલ્યાણપુર, ભાણવડ અને ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો તથા જામનગર શહેરના વિસ્તારોમાં તા. 16 થી 21 સુધી 6 દિવસ હાથ ધરાયેલી ચેકિંગ કામગીરીમાં પીજીવીસીએલની 60 ટીમોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કુલ 5127 વીજ જોડાણો તપાસ્યા હતા. તે પૈકીના 739 જોડાણોમાંથી ગેરરીતિ ઝડપાતા પીજીવીસીએલની ટીમ દ્વારા કુલ રૂા. 6,27,00,000ના બિલો ફટકારવામાં આવ્યા હતાં. પીજીવીસીએલની ટીમ દ્વારા હાથ ધરાયેલી ચેકિંગ કામગીરીના કારણે હાલારના વીજચોરોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular