Homeરાજ્યજામનગરમંત્રી રીવાબા જાડેજાના સ્નેહમિલન અંગે શું કહે છે ગાયક ચિંતન ત્રિવેદી...- VIDEO

મંત્રી રીવાબા જાડેજાના સ્નેહમિલન અંગે શું કહે છે ગાયક ચિંતન ત્રિવેદી…- VIDEO

જામનગરમાં આવતીકાલે 22 નવેમ્બરના રોજ રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાના સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જાણીતા ગાયક ચિંતન ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહી સંગીતમય સાંજને સુરમય બનાવશે.

- Advertisement -

ગાંધીનગર રોડ પર આવેલા વિશ્વકર્મા બાગ ખાતે આ સ્નેહ સંમેલન યોજાશે, જેમાં સંગીતમય સાંજ અને મહેફિલનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગાયક ચિંતન ત્રિવેદીએ વીડિયો સંદેશ મારફતે જામનગરના કાર્યકર્તાઓ અને મિત્રોને ખાસ આમંત્રણ પાઠવ્યું છે. તેમણે સૌને કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સંગીતમય સાંજને યાદગાર બનાવવા અપીલ કરી છે. 22 નવેમ્બરે વિશ્વકર્મા બાગ ખાતે યોજાનારા આ સ્નેહ સંમેલનમાં ચિંતન ત્રિવેદીની સંગીતમય પ્રસ્તુતિ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular