Homeરાજ્યજામનગરજામ્યુકોની સામાન્ય સભામાં શું કરે છે તમારા કોર્પોરેટરો....???? - VIDEO

જામ્યુકોની સામાન્ય સભામાં શું કરે છે તમારા કોર્પોરેટરો….???? – VIDEO

જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં પ્રજાના પ્રશ્નો અને સમસ્યાઓની ચર્ચા કરવાને બદલે પ્રજાએ ચૂટેલા પ્રજાના સેવકો જનરલબોર્ડની બેઠક દરમ્યાન મોબાઈલમાં વ્યસ્ત હોવાનું નજરે ચડ્યું હતું. જેને લઇ લોકશાહી અને જનપ્રતિનિધિની જવાદારીઓ સામે અનેક પ્રશ્નો સર્જાયા છે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક એ શહેરના વિકાસ અને નાગરિકોના પ્રશ્નો અંગે ચર્ચા કરવા માટેનું એક મહત્ત્વપૂર્ણ મંચ છે. શહેરના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા આ બેઠકમાં પ્રજાને સ્પર્શતા પ્રશ્નો, વિકાસનાં કામો, રસ્તા, પાણી, ગટર, સફાઈ, સ્ટ્રીટલાઈટ, ટ્રાફિક સહિતના વિવિધ નાગરિકલક્ષી મુદ્દાઓ રજૂ કરી તેના ઉકેલ માટે ચર્ચા અને રજૂઆતો કરવામાં આવતી હોય છે. પરંતુ શુક્રવારે યોજાયેલી જનરલ બોર્ડની બેઠક દરમિયાન કેટલાક કોર્પોરેટરો મોબાઈલ ફોનમાં વ્યસ્ત જોવા મળતાં બેઠકની ગંભીરતા અને જનપ્રતિનિધિઓની જવાબદારી અંગે ચર્ચા જાગી છે.

- Advertisement -

જનરલ બોર્ડની બેઠકમાં શહેરના નાગરિકોના અનેક પ્રશ્નો અને સમસ્યાઓ રજૂ થવાની અપેક્ષા હોય છે. વોર્ડ વિસ્તારમાં લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નો, વિકાસનાં અધૂરાં કામો, રસ્તાઓની ખરાબ હાલત, ગંદકી, પાણીની સમસ્યા, ગટર વ્યવસ્થા અને અન્ય પાયાની સુવિધાઓ અંગે સઘન ચર્ચા થવી જરૂરી છે. કારણ કે જનતાએ પોતાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે જ કોર્પોરેટરોને ચૂંટીને મહાનગરપાલિકામાં મોકલ્યા છે. હાલ દુષ્કાળનું વર્ષ છે લોકો ને પીવાના પાણીની સમસ્યા સતાવી શકે છે એવામાં આવી પરિસ્થિતિમાં લોકોની સમસ્યા નીવાર્વાને બદલે બેઠક દરમિયાન કેટલાક કોર્પોરેટરો મોબાઈલ ફોનમાં વ્યસ્ત જોવા મળે છે ત્યારે સ્વાભાવિક રીતે જ સવાલ થાય છે કે શું તેઓ બેઠકમાં ચાલી રહેલી ચર્ચા અને પ્રજાના પ્રશ્નો પ્રત્યે પૂરતું ધ્યાન આપી રહ્યા છે?

દર બે મહીને એક વખત અને વર્ષમાં માત્ર 6 વખત યોજાતી જનરલ બોર્ડની બેઠક માત્ર ઔપચારિકતા પૂરતી મર્યાદિત ન રહેવી જોઈએ. અહીં લેવાતા નિર્ણયોનો સીધો સંબંધ શહેરના લાખો નાગરિકોની રોજિંદી સુવિધાઓ અને જીવન સાથે જોડાયેલો છે. આવા સંજોગોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ બેઠકમાં સંપૂર્ણ ગંભીરતા સાથે હાજર રહીને પ્રજાના પ્રશ્નો સાંભળવા, ચર્ચામાં ભાગ લેવો અને જરૂરી રજૂઆતો કરવી એ તેમની પ્રાથમિક જવાબદારી છે.

- Advertisement -

પ્રજાના મતથી ચૂંટાઈને આવેલા પ્રતિનિધિઓએ પ્રજાના પ્રશ્નો માટે અવાજ ઉઠાવવો જોઈએ કે પછી જનરલ બોર્ડની બેઠકમાં મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહેવું જોઈએ? આ સવાલ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. જનતાને પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસેથી જવાબદારીપૂર્વકની કામગીરી અને શહેરના વિકાસ માટે સક્રિય ભાગીદારીની અપેક્ષા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular