જામનગર તાલુકાના બેડ ગામમાં રહેતી મહિલાનું તેણીના બંધ મકાનમાં કોઇ કારણસર મોત નિપજતા મૃતદેહ કોહવાઇ ગયો હોવાની જાણના આધારે પોલીસે સ્થળ પર પહોંચી જઇ આગળની તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના વસઇ ગામના વતની અને હાલ જામનગર જિલ્લાના બેડ ગામમાં હરેશભાઈ ધારવિયાના મકાનમાં રહેતાં નયનાબેન દિનેશભાઈ પરમાર (ઉ.વ.35) નામના મહિલાના મકાનમાંથી અસહ્ય દુર્ગંધ આવતી હોય જે અંગેની અમરશીભાઈ મકવાણા દ્વારા જાણ કરાતા સિક્કા પોલીસે સ્થળ પર પહોંચી જઇ મકાનમાં તપાસ હાથ ધરતા નયનાબેનનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મહિલાનું કયા કારણોસર થયું તે અંગેની તપાસ આરંભી હતી.


