Thursday, October 22, 2026
Homeરાજ્યહાલારતામસી સ્વભાવના યુવાનની ગળાફાંસો ખાઈ આત્મહત્યા

તામસી સ્વભાવના યુવાનની ગળાફાંસો ખાઈ આત્મહત્યા

ખંભાળિયાના બીમારીગ્રસ્ત દર્દીનું મૃત્યુ : ખંભાળિયામાં હૃદયરોગના હુમલાના કારણે વધુ એક મૃત્યુ

કલ્યાણપુર તાલુકાના ચંદ્રવાડા ગામમાં રહેતાં તામસી સ્વભાવના યુવાને ગઇકાલે સાંજે પોતાની વાડીમાં ઝાડમાં નાળો બાંધી ગળફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. ખંભાળિયામાં કુંભારપાડામાં વસવાટ કરતાં યુવાનને ત્રણ દિવસથી તાવ આવતો હોય બિમારીના કારણે તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. ખંભાળિયાના ભંડારિયામાં હૃદયરોગના હુમલાએ વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે. પોલીસે આ અંગે કાર્યવાહ હાથ ધરી હતી.

- Advertisement -

આપઘાતના બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ કલ્યાણપુર તાલુકાના ચંદ્રવાડા ગામની સીમમાં રહેતા રામભાઈ
ભગતભાઈ મુરુભાઈ ઓડેદરા (ઉ.વ.25) નામના યુવાનનો તામસી સ્વભાવના હોય, તેમણે ગઈકાલે બુધવારે સાંજના સમયે પોતાની વાડીએ વડના ઝાડમાં નાળો બાંધી ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની વાઘાભાઈ મૂરૂભાઈ ઓડેદરા દ્વારા જાણ કરાતા કલ્યાણપુર પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.

બીજો બનાવ ખંભાળિયામાં વિજય સિનેમા પાછળ કુંભાર પાડો વિસ્તારમાં રહેતા લલીતભાઈ દેશુરભાઈ છેલ્લા ત્રણ દિવસ થયા તાવના કારણે બીમાર હોય, આ વચ્ચે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની દેશાબેન લલિતભાઈ ડોરૂએ પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી આદરી હતી.

- Advertisement -

જ્યારે ત્રીજો બનાવ ખંભાળિયા તાલુકાના ભંડારીયા ગામે રહેતા નયનભાઈ રણછોડભાઈ રાઠોડને ગઈકાલે બુધવારે સવારના સમયે હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે ભોલાભાઈ ઠાકોરભાઈ રાઠોડએ જાણ કરતાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular