Thursday, October 22, 2026
Homeરાજ્યજામનગરબિમારીથી કંટાળી મહિલાની ગળેફાંસો ખાઇ આત્મહત્યાથી અરેરાટી

બિમારીથી કંટાળી મહિલાની ગળેફાંસો ખાઇ આત્મહત્યાથી અરેરાટી

શ્ર્વાસની બિમારીમાં લોહીની ટકાવારી ઘટી ગઇ : સારવાર કારગત ન નિવડી : મકરાણીપાડામાં યુવાનનું બિમારી સબબ મૃત્યુ : પોલીસ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી કાર્યવાહી

જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતી મહિલાએ બિમારીથી કંટાળી તેના ઘરે ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. જામનગર શહેરના લીમડાલાઇન વિસ્તારમાં રહેતા યુવાનનું તેના ઘરે કોઇ કારણસર મોત નિપજયાના બનાવમાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આત્મહત્યાના બનાવની વિગત મુજબ જામનગર શહેરના હનુમાન ટેકરી, કોળીના દંગા વિસ્તારમાં રહેતાં વર્ષાબેન ભીમજીભાઇ ઝીંઝુવાડિયા (ઉ.વ.42) નામના મહિલાને એક વર્ષથી શ્ર્વાસની બિમારી થઇ હતી. લોહીની ટકાવારી ઘટી જતી હોય જેથી બિમારીથી કંટાળીને બુધવારે સવારે સાડા આઠ વાગ્યાના અરસામાં તેના ઘરે મકાનની આડીમાં ચુંદડી વડે ગળેટૂંપો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પતિ ભીમજીભાઇ દ્વારા જાણ કરવામાં આવતા એએસઆઇ એસ. એમ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.

બીજો બનાવ જામનગર શહેરના લીમડાલાઇન વિસ્તારમાં આવેલા મકરાણીપાડામાં રહેતો અને મજૂરીકામ કરતો બિલાલ દાઉદભાઇ બાબુવાણી (ઉ.વ.34) નામનો યુવાન ગત્ તા. 20ના રોજ સવારના સમયે તેના ઘરે બિમારી સબબ બેશુદ્ધ થઇ જતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મહેબૂબ દાઉદભાઇ બાબુવાણીએ જાણ કરતાં એએસઆઇ પી. કે. વાઘેલા તથા સ્ટાફ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular