Tuesday, October 20, 2026
Homeરાજ્યજામનગરગાંઠિયા વગર દશેરા અધૂરા! જામનગરમાં મન મૂકીને ખરીદી કરવા ઉમટ્યા લોકો -...

ગાંઠિયા વગર દશેરા અધૂરા! જામનગરમાં મન મૂકીને ખરીદી કરવા ઉમટ્યા લોકો – VIDEO

જામનગરમાં ફરસાણની દુકાનો પર વહેલી સવારથી જામી ગ્રાહકોની ભીડ : દશેરાના પર્વે ગાંઠિયા અને જલેબીનો સ્વાદ માણવા જામનગરવાસીઓમાં ભારે ઉત્સાહ, કલાકો સુધી રાહ જોવી પડી

ગુજરાતીઓના દરેક તહેવાર સાથે કોઈને કોઈ પરંપરાગત વાનગી જોડાયેલી હોય છે. ત્યારે દશેરાના પર્વે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગાંઠિયા અને જલેબી ખાવાની પરંપરા લોકોમાં અનેરો ઉત્સાહ જગાવે છે. દશેરા અને ગાંઠિયાનો આ અનોખો નાતો જામનગરમાં પણ જોવા મળ્યો હતો.

- Advertisement -

દશેરાના પર્વ નિમિત્તે જામનગર શહેરની મોટાભાગની ફરસાણની દુકાનોમાં વહેલી સવારથી જ ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. ગરમાગરમ ગાંઠિયા અને મીઠી જલેબી ખરીદવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સામાન્ય દિવસોની સરખામણીએ દુકાનોમાં વધુ ઘરાકી જોવા મળતાં વેપારીઓ પણ વ્યસ્ત બન્યા હતા.

ગાંઠિયા અને જલેબીની ખરીદી માટે કેટલીક દુકાનો પર ગ્રાહકોએ કલાકો સુધી રાહ જોવી પડી હતી. વધતી ભીડને કારણે ખરીદીની વ્યવસ્થા જાળવવા કેટલાક વેપારીઓએ ટોકન અને કૂપન સિસ્ટમનો સહારો લીધો હતો. આ વ્યવસ્થાથી ગ્રાહકોને ક્રમબદ્ધ રીતે ફરસાણ મળી રહે અને દુકાનોમાં ભીડનું સંચાલન કરી શકાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.

- Advertisement -

સૌરાષ્ટ્રમાં દશેરાના દિવસે ગાંઠિયા ખાવાની પરંપરા માત્ર ખાણીપીણી પૂરતી સીમિત નથી, પરંતુ તહેવારની ખુશી અને સામાજિક સંસ્કૃતિનો પણ એક ભાગ બની ગઈ છે. પરિવારજનો અને મિત્રો સાથે ગાંઠિયા-જલેબીની જયાફત માણવાની પરંપરા આજે પણ લોકોમાં એટલી જ લોકપ્રિય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular