Tuesday, October 20, 2026
Homeવિડિઓ"તમારા એક દીકરાને પતાવી દીધો છે, બીજા દીકરાને પણ પતાવી દેશું” -...

“તમારા એક દીકરાને પતાવી દીધો છે, બીજા દીકરાને પણ પતાવી દેશું” – VIDEO

ભાણવડમાં યુવકની નિર્મમ હત્યા : મૃતકના માતા-પિતા દ્વારા હત્યારાઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ : ફરિયાદ નોંધાવવા ગયેલા મૃતકના માતાને હત્યારાના કાકા દ્વારા ધમકી : હત્યારાઓ બે દિવસના રિમાન્ડ પર

ભાણવડના રામેશ્વર પ્લોટ વિસ્તારમાં રહેતો વિજયભાઈ રાજુભાઈ પરમાર નામનો 20 વર્ષનો દેવીપુજક યુવાન શનિવારે રાત્રિના સમયે પોતાના ઘરેથી પોતાના છકડો રીક્ષા લઈને નવરાત્રીના તહેવાર સબબ જઈ રહ્યો હતો. તે પોતાના ઘરથી થોડે આગળ સબ સ્ટેશન પાસે પહોંચતા અહીં ઈનાજ ઇસ્માઈલ ઉર્ફે ભુરીયો હાસમ ઘુઘા નામનો શખ્સ મોટરકાર લઈને નીકળ્યો હતો. આ પછી કારચાલકની પાછળ મોટરસાયકલમાં આવેલા હુશેન ઉર્ફે ભુટીયો જુમાભાઈ મામદભાઈ ઘુઘા અને અસલમ ઈશાકભાઈ હિંગોરા નામના બે શખ્સો પણ અહીં ધસી આવ્યા હતા અને વિજયને માર માર્યો હતો. આ પછી આરોપી દ્વારા છરીના ઘા મારી, વિજયની કરપીણ હત્યા નીપજાવી હતી. ભાણવડ પોલીસે હત્યાના ત્રણેય આરોપીઓને પોલીસે રવિવારે જ ઝડપી લઇ, અદાલતમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરતા નામદાર અદાલતે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

- Advertisement -

ઘાતકી હત્યાના આ બનાવ સંદર્ભે મૃતક વિજયભાઈના માતા તેમજ પિતા વિગેરે ભાણવડ પોલીસ મથકમાં વિધિવત રીતે ફરિયાદ નોંધાવવા ગયા હતા. ત્યારે મૃતકના માતા શોભનાબેન પરબતભાઈ પરમાર (ઉ.વ. 50) ને આરોપી ઇનાજના કાકા મામદ ઉર્ફે ડાડલો હાસમભાઈ ઘુઘાએ કહ્યું હતું કે “તમે ફરિયાદ ખેંચી લ્યો, નહીંતર તમારા એક દીકરાને તો પતાવી દીધો છે અને બીજા દીકરાને પણ પતાવી દઈશુ ” તે પ્રકારની ધમકી આપતા ભાણવડ પોલીસે શોભનાબેનની ફરિયાદ પરથી આરોપી મામદ ઉર્ફે ડાડલો સામે ગુનો નોંધી તેની અટકાયત કરી લીધી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular