Tuesday, October 20, 2026
Homeરાજ્યજામનગરઆજે રાત્રે રાવણ દહન, રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના મહાકાય પુતળા ગોઠવાયા -...

આજે રાત્રે રાવણ દહન, રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના મહાકાય પુતળા ગોઠવાયા – VIDEO

છોટીકાશી તરીકે પ્રસિઘ્ધ જામનગર શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આજે રાત્રે સિંધી સમાજ દ્વારા પરંપરાગત દશેરા મહોત્સવ અને રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઇ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના વિશાળ કદના પુતળા ગોઠવી દેવાયા છે.

- Advertisement -

અસત્ય પર સત્યના વિજય અને ભગવાન શ્રીરામે રાવણનો વધ કરી સત્ય અને ધર્મની સ્થાપના કરી તેની યાદમાં આજે વિજયા દશમી પર્વની ઉજવણી કરવામાં આવે છે. જામનગર શહેરમાં સિંધી સમાજ દ્વારા દર વર્ષે રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે પણ પરંપરાગત રીતે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરમાં સિંધી સમાજ દ્વારા છેલ્લા આશરે 60 વર્ષથી વિજયાદશમીના પર્વે રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે રાવણનું આશરે 35 ફૂટ ઊંચું પૂતળું તૈયાર કરવામાં આવ્યું છે, જ્યારે મેઘનાદ અને કુંભકર્ણનાં આશરે 25-25 ફૂટ ઊંચાં પૂતળાં બનાવવામાં આવ્યા છે. આ પુતળાઓ તૈયાર થયા બાદ ગઇકાલે રાત્રીના સમયે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ગોઠવી દેવામાં આવ્યા છે જ્યાં આજે રાત્રીના સમયે રાવણ દહન યોજાશે.

- Advertisement -

રાવણ દહન પૂર્વે નાનક પુરીથી ભવ્ય શોભાયાત્રા નીકળશે, જે શહેરના હવાઈ ચોક, સેન્ટ્રલ બેંક, બર્ધન ચોક, ચાંદી બજાર અને લીમડા લેન સહિતના માર્ગો પરથી પસાર થઈ ક્રિકેટ ગ્રાઉન્ડ થઈ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પહોંચશે. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રામલીલાના પ્રસંગ અનુસાર ભગવાન શ્રીરામ અને રાવણ વચ્ચેના યુદ્ધનું પ્રસ્તુતિકરણ કરવામાં આવશે. ત્યારબાદ રાવણ દહન સાથે વિજયાદશમીના પર્વની ઉજવણી કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular