Tuesday, October 20, 2026
Homeરાજ્યજામનગરવિજયાદશમી પર્વે ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન - VIDEO

વિજયાદશમી પર્વે ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન – VIDEO

જામનગરમાં આજરોજ વિજય દશમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વિજય દશમી નિમિતે રાજપૂત ધર્મની ભવ્ય સંસ્કૃતિ અને ગૌરવશાળી પરંપરાને ઉજાગર કરવાના હેતુથી જામનગર રાજપૂત યુવા સંઘ દ્વારા આજરોજ જામનગર રાજપૂત સેવા સમાજ ક્રિકેટ બંગલા સામે શસ્ત્ર પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ક્ષત્રિયબંધુઓ રજવાડી સાફા અને પાઘડી ધારણ કરી શસ્ત્ર પૂજનમાં જોડાયા હતાં. શસ્ત્ર પૂજન દ્વારા પૂર્વજોની વિરતા બલીદાન અને ગૌરવશાળી પરંપરાને યાદ કરવામાં આવી હતી. આ તકે રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા, પૂર્વ મંત્રી અને ક્ષત્રિય સમાજના અગ્રણી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) સહિતના રાજપૂત સમાજના અગ્રણીઓ, કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

- Advertisement -

 

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular