જામનગર શહેરમાં અંધાશ્રમ ફાટક અંડરબ્રિજ પાસે રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેન હડફેટે આવી જતાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના અંધાશ્રમ ફાટક પાસે અંડરબ્રિજ પાસેના રેલવે પોલ નંબર 830/15 – 11 વચ્ચેના ટ્રેક પર ગત્ તા.10 ના રોજ સાંજના 7 વાગ્યાના અરસામાં પસાર થતી વંદે ભારત ટ્રેન હેઠળ આવી જતાં બે વ્યક્તિઓનાં કપાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં. બનાવની જાણ થતા એએસઆઇ વી.એમ. ચાવડા તથા સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો પોલીસે સ્થળ પરથી બે મૃતદેહોનો કબ્જો સંભાળી ઓળખ મેળવતા મૃતકમાં રમેશભાઈ હાજાભાઈ ચૌહાણ (ઉ.વ.54) (રહે. અંધાશ્રમ ફાટક પાસે) અને સોનુકુમાર અમિકાકુમાર (ઉ.વ.31) (મુળ ગુવાહાટી) નામના બે વ્યક્તિના મોત નિપજ્યાની ઓળખ થઈ હતી. પોલીસ દ્વારા મૃતક રમેશભાઈના પુત્ર જગદીશભાઈ ચૌહાણ દ્વારા ઓળખ કરાયા બાદ પોલીસે મૃતદેહોને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


