Wednesday, October 7, 2026
Homeરાજ્યજામનગરસરકારી અનાજના જથ્થાની હેરાફેરી અંગે ડીવાયએસપીએ શું કહ્યું ?- VIDEO

સરકારી અનાજના જથ્થાની હેરાફેરી અંગે ડીવાયએસપીએ શું કહ્યું ?- VIDEO

જામનગર સીટી બી ડિવિઝન પોલીસે સરકારી અનાજના જથ્થાની હેરાફેરી ઝડપી લઇ પાંચ શખ્સોની ધરપકડ કરી કુલ રૂા.6,15,520ની કિંમતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર સીટી બી ડિવિઝન પોલીસને સરકારી સસ્તા અનાજના જથ્થાની ગેરકાયદેસર હેરાફેરી થતી હોવાની મળેલ બાતમીના આધારે પાણાખાણથી બેડીબંદર જતા રોડ પર જીજે10 એટી 4747 નંબરનું વાહન રોકી તપાસતા તેમાંથી આધાર પુરાવા વિનાનો રૂા.6,15,520ની કિંમતનો 3000 કિલો ઘઉંનો સરકારી સસ્તા અનાજનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે રેઇડ દરમિયાન શબીર જુસબ શેખ, અબ્બાસ વલીમામદ જેડા, અબ્દુલ વલીમહમદ જેડા, આબીદ અબ્દુલ જેડા, ઇકબાલ અબ્દુલ કમોરા નામના પાંચ શખ્સોને ઝડપી લઇ જિલ્લા પુરવઠા વિભાગને જાણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular