Tuesday, October 6, 2026
Homeરાજ્યહાલારઓખાના દરિયામાં ડૂબી જતાં યુવાનનું મોત

ઓખાના દરિયામાં ડૂબી જતાં યુવાનનું મોત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખાના આર.કે.બંદર વિસ્તારમાં આવેલા દરિયામાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં આવેલા આર.કે. બંદર વિસ્તારના દરિયાકિનારેથી ગઇકાલે એક અજાણ્યા યુવાનનો મૃતદેહ નજરે પડ્યાની ખુશાલભાઇ થોભાણી દ્વારા જાણ કરાતાં ઓખા પોલીસે સ્થળ પર પહોંચી જઇ દરિયામાંથી આશરે 35 થી 40 વર્ષના અજાણ્યા યુવાનનો મૃતદેહ બહાર કાઢી મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી. તેમજ પોલીસના પ્રાથમિક કારણમાં યુવાનનું મોત દરિયાના પાણીમાં ડૂબી જવાથી થયું હોવાનું ખુલ્યું હતું. જેના આધારે ઓખા પોલીસે મૃતદેહને પી.એમ. માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular